શુ ચહેરો વર્ણવી શકે માણસનુ ચરિત્ર ?

W.D
અમે દિવસભરમાં હજારો લોકોને મળીએ છીએ.. હજારો અજાણ્યા ચહેરા પણ અમારી આંખોની સામેથી પસાર થાય છે. તેમા કેટલાક સુંદર હોય છે, તો કેટલાક વિચિત્ર. થોડાકનો આકાર ગોળ હોય છે તો થોડાકનો ત્રિકોણ જેવો હોય છે ? શુ આપણે કોઈ વ્યક્તિનો ચહેરો વાંચીને જાણી શકીએ ખરા કે તેનુ ચરિત્ર કેવુ છે, તે કેવો વ્યવ્હાર કરે છે ? કદાચ હા...

આને લઈને દુનિયાભરમાં વિચિત્ર માન્યતાઓ પ્રચલિત છે. ઉદાહરણ રૂપે આ ચિત્રોને જુઓ... આ ચિત્ર ફ્રાંસના કલાકાર ચાર્લ્સ લે બર્નએ બનાવ્યુ છે. ચાર્લ્સનો જન્મ 17મી સદી (સન 1619 થી 1690, રાજા લુઈસ ચૌદમાંની રોયલ કોર્ટનો પહેલો ચિત્રકાર)માં થયોહ અતો. અમે આ ચિત્ર તમિલનાડુના તંજોરની સારાવાથી મહેલની લાયબ્રેરીમાં જોયા. ચાર્લ્સે થોડાક ચહેરાઓની વચ્ચે જાનવરોના ચહેરાઓની આકૃતિઓ પણ કંડારી છે.

ચાર્લ્સે માણસોના ચહેરા અને તેમાંથી ઝલકતા ચરિત્રનો અભ્યાસ કર્યો હતો. તેમના મુજબ દરેક વ્યક્તિનો ચહેરો કોઈ પશુ કે પક્ષીના ચહેરા સાથે મેળ ખાય છે, અને તેના પર પશુ કે પક્ષીના વ્યવ્હારિક ગુણ પણ તેમા જોવા મળે છે. ચાર્લ્સના અભ્યાસ અને તેની બતાવેલી વાતોને ફીજિયોગ્નામીમાં મહત્વપૂર્ણ સ્થાન મળ્યુ છે. ફિજિયોગ્નામી એવી કળા છે, જેના દ્વારા કોઈ વ્યક્તિનો ચહેરો અને હાવભાવ જોઈને તેની આદતો અને વ્યવ્હારના વિશે જાણી શકાય છે.

માની લો કે કોએ ચહેરો કુતરાના ચહેરા સાથે મળતો આવતો હોય છે, તો શુ આપણે એવુ વિચારી શકીએ છીએ કે તેનુ ચરિત્ર કુતરા જેવુ હશે અને શુ આવુ કહી શકીએ છીએ કે તે બરાડતી વખતે કૂતરા જેવો લાગે છે ? અથવા તો શુ આપણે અંદાજ લગાવી શકીએ છીએ કે તે કૂતરાની જેમ પોતાના માલિકને વફાદાર હશે ? નહી.... આ પ્રકારના નિષ્કર્ષ કાઢવા ખૂબ જ અવૈજ્ઞાનિક ગણાશે.

પરંતુ અમારા દેશમાં એક પધ્ધતિ છે, જેના માધ્યમથી આપણે કોઈનો પણ ચહેરો વાંચીને તેની પ્રકૃતિ અને વ્યવ્હારના વિશે જાણી શકીએ છીએ. આ પધ્ધતિ કે કળાને સમુથીરિકા લક્ષણમ કહેવાય છે. શુ આ વિશે સાંભળ્યુ છે ખરુ ? ખાસ વાત એ છે કે આને ઘણા લાંબા સમયથી વાપરવામાં આવી રહ્યુ છે. જ્યોતિષી આના જ દ્વારા લોકોના ચહેરા વાંચે છે અને તેમનુ ભાગ્ય બતાવે છે. અહીં સુધી કે આનાથી માણસના જાતક વિશે પણ જાણી શકાય છે.

અમે અમારા જ્યોતિષી કે.પી. વિદ્યાઘરનને સૌથી પહેલા ચાર્લ્સનુ ચિત્ર બતાવ્યુ અને પછી ફિજિયોગ્નામીની સાથે જ સમુથીરિકા લક્ષણમના વિશે જણાવ્યુ તો તેમનુ કહેવુ હતુ કે ‘આપણે સામાન્ય જીવનમાં થોડા એવા ચહેરાઓ જોઈએ છીએ, જેમની આંખો હાથીની જેવી જ નાની હોય છે, પરંતુ હાથીની જેમ જ તેમની દ્રષ્ટિ ખૂબ જ તીવ્ર રહે છે. કેટલાક લોકોની આંખો બિલ્લી જેવી લાગે છે. મેં જોયુ છે કે આવા લોકો બિલ્લીની જેમ જ ખૂબ જ સાવધાની પૂર્વક પોતાનુ કામ શરૂ કરે છે અને તેને સફાઈપૂર્વક પુરૂ કરે છે.’

‘કેટલાક લોકોની આંખો ઘોડાની જેવી જ દેખાય છે. આ લોકો ઘોડાની જેમ વગર થાકે ઘણું જ કામ કરે છે. કેટલીક વ્યક્તિઓની આંખો ચકલીની આંખો જેવી લાગે છે. આ લોકો ચકલી જેમ કર્મઠતાથી કામ કરે છે અને આ પક્ષીની જેમ ભવિષ્યને માટે બચત કરીને ચાલે છે. આવા લોકો મહેનતથી પૈસા જમા કરશે, પોતાની બહેનોનુ લગ્ન કરાવશે અને કહેશે કે અમે અમારી જવાબદારી પૂર કરી લીધી.
W.D

આ રીતે અમે જોયુ કે કેવા પ્રકારના માણસોના ચહેરા ક્કોઈ પશુ કે પક્ષી સાથે મળે છે અને તેમા તે પશુ કે પક્ષીના ગુણ હોય છે.

પરંતુ, શુ આપણે આને માહિતી કે જ્ઞાન મેળવવાના સર્વશ્રેષ્ઠ સાધન માની શકીએ છીએ ? આ ખૂબ જ ગરમાગરમ ચર્ચા થઈ શકે છે. કોઈના ચરિત્રનુ નિર્ધારણ ફક્ત ચહેરો વાંચીને નથી કરી શકાતુ. શુ તમે આમાં વિશ્વાસ કરો છો ? અમને લખી જણાવો.