29 ડિસેમ્બર 1942ના રોજ અમૃતસરમાં જન્મેલા રાજેશ ખન્ના બાળપણમાં જ પોતાના માતા પિતા દ્વારા એક અન્ય દંપત્તિને દત્તક આપી દેવામા6 આવ્યા હતા. પોતાના અભ્યાસ પુરો કર્યા બાદ રાજેશ ખન્ના ફિલ્મોમાં પોતાનુ નસીબ અજમાવવા માટે મુંબઈ જતા રહ્યા. તેઓ બોલીવુડના એવા પહેલા સ્ટ્રગલર હતા જે એ સમયની સૌથી મોંઘી કાર એમજી સ્પ્રોર્ટ્સ કારામાં સ્ટ્રગલ કરતા ફરી રહ્યા હતા.
રાજેશ ખન્નાએ હિન્દી ફિલ્મ આખિરી ખત દ્વારા હિન્દી સિનેમામા ડેબ્યુ કર્યુ. ત્યારબાદ તેણે અનેક ફિલ્મો કરી પણ તેમને ઓળખ ફિલ્મ આરાધના દ્વારા મળી. આરાધના પછી તેમણે પાછળ વળીને ન જોયુ. એક પછી એક સતત અનેક સુપર ડુપર હિટ ફિલ્મો આપતા ગયા રાજેશ ખન્ના અને હિન્દી ફિલ્મ ઈંડસ્ટ્રીના પ્રથમ સુપર સ્ટાર બની ગયા. યુવાન છોકરીઓ તેમને માટે જીવ આપવા પણ તૈયાર હતી.