સુરતના હરમીત દેસાઇએ ફરીથી સમગ્ર દેશ સહિત દુનિયામા પોતાનુ નામ રોશન કર્યુ છે. તાજેતરમાં જ ઓરિસ્સાના કટકમાં 21મી કોમનવેલ્થ ચેમ્પ્યિનશીપનું આયોજન હાથ કરવામાં આવ્યું હતું. આ ચેમ્પ્યિશીપમાં હરમીત દેસાઇ સિગલ મેન તરીકે ટેબલ ટેનિશ રમી રહ્યો હતો. એક પછી એક મેચની જીત બાદ આખરે સોમવારે સાંજે જી સાથિયાન અને હરમિત દેસાઇ વચ્ચે ફાઇનલ મેચ રમાઈ હતી. ખાસ કરીને હરમિતની સામે રમી રહેલો જી સાથિયાન ટેબલ ટેનિસમા વલ્ડ 24મા સ્થાન ધરાવે છે.
સાથિયાન સામે મેચ જીતવીએ હરમિત માટે ખુબ જ કઠીન હતું. જો કે હરમિતે હાર માની ન હતી અને જીત પર જ ધ્યાન કેન્દ્રિત કર્યુ હતુ આખરે હરમિતની મહેનત રંગ લાવી હતી અને છેલ્લા રાઉન્ડમાં હરમિતે જીત નોધાવીને પોતાના નામે ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. મેન્સ સિંગલ્સની ફાઈનલમાં હરમીત દેસાઈએ જી સાથિયાનને રોમાંચક મેચમાં 4-3થી હરાવ્યો હતો. મેન્સ ડબલ્સ અને વુમન્સ ડબલ્સના ટાઈટલ પણ ભારતીય ખેલાડીએ જીત્યા હતા.