Asian Games 2023 ની પહેલી મેચ આ ટીમ સાથે ટકરાશે સુનીલ છેત્રીની સેના, આટલા વાગે શરૂ થશે મુકાબલો

મંગળવાર, 19 સપ્ટેમ્બર 2023 (16:01 IST)
sunil chetri
Asian Games 2023ની શરૂઆત આજે 19 સપ્ટેમ્બરથી ચીનના હાંગજૌઉમા થઈ રહી છે. પણ ઓપનિંગ સેરેમની 23 સપ્ટેમ્બરના રોજ થશે.  ભારતે 41 રમતોમાં ભાગ લેવા માટે આ વખતે 655 ખેલાડીઓની ટુકડી મોકલી છે.  એશિયન ગેમ્સમાં ભારતનુ હંમેશાથી સારુ જ પ્રદર્શન રહ્યુ છે. આજે (19 સપ્ટેમ્બરના રોજ) ભારત બે રમતમાં ભાગ લેવા તૈયાર છે. તેમા ભારતીય ફુટબોલ ટીમ  અને વોલીબોલની ટીમ પોતાના અભિયાનની શરૂઆત કરશે. 
 
19 સપ્ટેમ્બરનો ભારતનો શેડ્યુલ 
 
પુલ સી ગેમમાં ભારતીય વોલીબોડ પુરૂષ ટીમનો સામનો કંબોડિયા સાથે થશે.  મેચ ભારતીય સમય અનુસાર સાંજે 4.30 કલાકે શરૂ થશે. સુનિલ છેત્રીની આગેવાની હેઠળની ફૂટબોલ ટીમ IST સાંજે 5 વાગ્યે પૂલ Aની રમતમાં ચીન સામે ટકરાશે. ભારતીય ફૂટબોલ ટીમ 9 વર્ષ બાદ એશિયન ગેમ્સમાં ભાગ લેવા જઈ રહી છે. ફૂટબોલ ટીમમાં મોટાભાગના યુવા ખેલાડીઓને તક મળી છે.
 
ભારત વિરુદ્ધ કંબોડિયા (વોલીબોલ) પૂલ સી ગેમ - સાંજે 4:30
 
ભારત વિરુદ્ધ ચીન (ફૂટબોલ) પૂલ એ ગેમ - સાંજે 5
 
ભારતમાં ક્યા જોશો મેચ ?
 
ફૈંસ સોની સ્પોર્ટ્સ નેટવર્ક પર પોતાના ઘરમાં આરામથી લાઈવ એક્શન જોઈ શકો છે. લાઈવ સ્ટ્રીમિંગ SonyLiv પર જોવા મળશે.  
 
એશિયન ગેમ્સ માટે ભારતીય પુરૂષ ફૂટબોલ ટીમ:
ફોરવર્ડઃ સુનિલ છેત્રી, રહીમ અલી, રોહિત દાનુ, ગુરકીરત સિંહ, અનિકેત જાધવ
 
મિડફિલ્ડર્સઃ અમરજીત સિંહ કિયામ, સેમ્યુઅલ જેમ્સ લિંગદોહ, રાહુલ કેપી, અબ્દુલ રબીહ, આયુષ દેવ છેત્રી, બ્રાઇસ મિરાન્ડા, અઝફર નૂરાની, વિન્સી બેરેટો
 
ડિફેન્ડર્સઃ સુમિત રાઠી, નરેન્દ્ર ગેહલોત, દીપક ટંગરી, સંદેશ ઝિંગન, ચિંગલેન્સના સિંઘ, લાલચુંગનુંગા
 
ગોલકિપર : ગુરુમીત સિંહ, ધીરજ સિંહ મોઈરાંગથેમ 
 
ભારતીય વોલીબોલ ટીમ 
અમિત, વિનીત કુમાર, એસ અમ્મારામબાથ, મુથુસામી અપ્પાવુ, હરિ પ્રસાદ, રોહિત કુમાર, મનોજ લક્ષ્મીપુરમ મંજુનાથ, યુ મોહન, અસ્વાલ રાય, સંતોષ સહાય એન્થોની રાજ, ગુરુ પ્રશાંત સુબ્રમણ્યમ વેંકટસુબ્બુ, એરિન વર્ગીસ
 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર