નીરજ ચોપરા અને અરશદ નદીમને વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં તેમની સફળતા માટે કેટલી પ્રાઈઝ મની મળી?

સોમવાર, 28 ઑગસ્ટ 2023 (12:31 IST)
neeraj chopra
નીરજ ચોપરા અને અરશદ નદીમે વિશ્વ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં અનુક્રમે ગોલ્ડ અને સિલ્વર મેડલ જીતીને પોતપોતાના દેશોને ચોક્કસ ગૌરવ અપાવ્યું છે. પરિણામે, ભારત-પાકિસ્તાનની જોડીને તેમના પ્રયત્નો અને સિદ્ધિઓ માટે જંગી ઈનામી રકમ મળી છે, સોશિયલ મીડિયા પર ફેંસ પહેલેથી જ તેમને દેવતાઓની જેમ પૂજે છે.
 
ચોપરા, જેમણે વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશીપમાં 88.17 મીટરના મોટા થ્રો કરીને ગોલ્ડ મેડલ જીતનાર પ્રથમ એથ્લેટ બન્યા હતા, તેમને $70000 (લગભગ રૂ. 58 લાખ)નું રોકડ ઇનામ મળ્યું. જો કે, એ નોંધવું યોગ્ય છે કે ચોપરા માટે આ યાત્રા સહેલી નહોતી કારણ કે તેણે તેમના બીજા જ પ્રયાસમાં 88.17 મીટરનું અંતર નોંધાવતા પહેલા તેમને  પ્રથમ પ્રયાસમાં ફાઉલ કર્યો હતો.
 
ચોપરાએ  તેમની તાજેતરની સફળતા ઓલિમ્પિક અને વર્લ્ડ ચેમ્પિયનશિપ્સ ટાઇટલ સાથે આ મેડલ મેળવનાર અભિનવ બિન્દ્રા પછી બીજા ભારતીય બનવાનું ગૌરવ મેળવ્યુ છે.
 
આ ઉપરાંતપાકિસ્તાનના અરશદ નદીમ સ્પર્ધામાં વધુ પાછળ નહોતા, તેણે 87.82 મીટરનું અંતર રેકોર્ડ કર્યું, જે હવે તેમનો વ્યક્તિગત સર્વશ્રેષ્ઠ સ્કોર છે. 26 વર્ષીય યુવાને તેમના ભારતીય સમકક્ષની બાજુમાં ઉભા રહીને સિલ્વર મેડલ જીત્યો અને તેમને $35,000 (રૂ. 29 લાખ) ની ઈનામી રકમ મળી. ઇવેન્ટ પછી, ચોપરાએ એક શાનદાર વ્યવ્હાર કર્યો અને નદીમને પોતાની સાથે ફોટો ક્લિક કરવા આમંત્રણ આપ્યું.
 
25 વર્ષીય નીરજ ચોપરાએ તેમની જીતને સંબોધિત કરતા પ્રેસ સાથે વાત કરતા કહ્યું:
 
"હું મારી માટે મોડે સુધી જાગવા બદલ ભારતના લોકોનો આભાર માનવા માંગુ છું. આ મેડલ આખા ભારત માટે છે. હું ઓલિમ્પિક ચેમ્પિયન અને  હવે હું વર્લ્ડ ચેમ્પિયન છું. આપ પણ વિવિધ ક્ષેત્રોમાં સખત મહેનત કરતા રહો. આપણે હવે દુનિયામાં નામ બનાવવાનું છે. "
 
તેમનો પરિવાર પણ ખૂબ જ ગર્વ અનુભવી રહ્યુ છે અને તેમનુ ઉમળકાભેર સ્વાગત કરવા તત્પર છે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર