ભારતની પુરુષોની 4x400 રિલે ટીમે વર્લ્ડ ચેમ્પિયનશિપની ફાઇનલમાં ક્વોલિફાય કર્યું

રવિવાર, 27 ઑગસ્ટ 2023 (10:25 IST)
World Championship- ભારતની પુરુષોની 4x400 રિલે ટીમે એશિયન રેકોર્ડ તોડીને પ્રથમ વખત વર્લ્ડ ચેમ્પિયનશિપની ફાઇનલમાં ક્વોલિફાય કર્યું છે.
 
ભારતીય ટીમે 2 મિનિટ 59.05 સેકન્ડના રેકોર્ડ સમયમાં રેસ પૂરી કરી હતી.
 
આ સાથે ભારતીય ટીમ પ્રથમ વખત વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપના અંતિમ રાઉન્ડમાં પહોંચી છે.
 
ભારતીય ટીમમાં મોહમ્મદ અનસ યાહિયા, અમોજ જેકબ, મોહમ્મદ અજમલ વરિયાથોડી અને રાજેશ રમેશ સામેલ હતા.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર