Kelvin Kiptum: 24 વર્ષની વયમાં આ દિગ્ગજ ખેલાડીએ દુનિયાને કહ્યુ અલવિદા, બનાવી ચુક્યો છે વર્લ્ડ રેકોર્ડ

સોમવાર, 12 ફેબ્રુઆરી 2024 (12:51 IST)
image source - Twitter
 Kelvin Kiptum Died: મૈરાથનના વર્લ્ડ રેકોર્ડ હોલ્ડર કેલ્વિન કિપ્ટમનુ રવિવારે પશ્ચિમી કેન્યામાં એક કાર એક્સીડેંટમાં નિધન થઈ ગયુ છે. કેલ્વિન કિપ્ટમે માત્ર 24 વર્ષની વયમાં આ દુનિયાને અલવિદા કહી દીધુ છે. જેનાથી દરેકને ઉંડો આધાત લાગ્યો છે.  સિન્હુઆની રિપોર્ટ મુજબ કેલ્વિન કિપ્ટમની કારમાં તેમના કોચ ગેરવાઈસ હાકિજિમાના અને એક અન્ય મહિલા યાત્રી પણ સવાર હતી. 
 
કેલ્વિન કિપ્ટમના કોચ ગેરવાઈસ હાકિજિમાનાની પણ કાર અકસ્માતમાં ડેથ થઈ ગઈ છે. આ એક્સીડેંટ દરમિયાન કારમાં બેસેલી એક મહિલા મુસાફર હાલ ઘાયલ બતાવાઈ છે. કેલ્વિન કિપ્ટમ શનિવારે 10 ફેબ્રુઆરીના રોજ રાત્ર લગભગ 11 વાગે પશ્ચિમી કેન્યામાં કાપ્ટાગેટથી એલ્ડોરેટ જઈ રહી હતી, ત્યારે જ કાર એકાએક પલટી ગઈ. પોલીસ કમાંડર પીટર મુલિંગે મુજબ દુર્ઘટના રાત્રે 11 વાગ્યાની આસપાસ થઈ. કારમાં ત્રણ લોકો સવાર હતા. બે નુ ઘટનાસ્થળે જ મોત થઈ ગયુ. જ્યારે કે એકને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા. બે લોકોમાં કિપ્ટમ અને તેમના કોચ છે. 
 
કાર કંટ્રોલની બહાર થઈ ગઈ 
પોલીસ કમાંડર પીટર મુલિંગે એ સંવાદદાતાઓને કહ્યુ, કેલ્વિન કિપ્ટમ કપ્ટાગેટથી એલ્ડોરેટની તરફ જઈ રહ્યા હતા અને આ દરમિયાન તેમની કાર કંટ્રોલથી બહાર થઈ ગઈ અને પલટી ગઈ. જેના કારણે કિપ્ટમ અને તેમના કોચનુ  ઘટના સ્થળે જ મોત થઈ ગયુ. આ એક્સીડેંટમાં એક મહિલા મુસાફર ઘાયલ થઈ ગયો અને તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો. ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે ઓક્ટોબરમાં કેલ્વિન કિપ્ટમે બે કલાક અને 35 સેકંડના વર્લ્ડ રેકોર્ડ સમયમાં શિકાગો મૈરાથોન જીતી હતી. 
 
  

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર