વોલીબોલ જોયો નહતો એ આંતરરાષ્ટ્રીય ખેલાડી બની, ટીમ માટે રજત ચંદ્રક મેળવ્યો

ગુરુવાર, 22 સપ્ટેમ્બર 2022 (16:32 IST)
ભાવનગરના એક અત્યંત ગરીબ પરિવારની દીકરી પ્રેરણા રૂપ કહાની, વોલીબોલે બદલી દીધી જીંદગી
 
મૂળ ભાવનગર ની રહેવાસી જેણે ક્યારેય વોલીબોલ જોયો નહતો અને તે માટે સમય પણ નહતો  ઘરની પરિસ્થિતિ પણ સારી ન હતી ઘર જીવન એક શ્રમિક જીવન હતું અને આવક પણ માતા ના શ્રમ આધારિત હતી બહેન ભાઇ હજુ તો અભ્યાસ કરતા હતા. પુર્ણા આમતો એક ખેલાડી ને  શોભે તેવી પર્સનાલિટી ધરાવતી હતી ભાવનગરમાં ધો. આઠ માં અભ્યાસ કરતી હતી ત્યારે કેટલાક રમત ગમત ક્ષેત્રે ના કોચ ની તેની ૧૭૦ સે.મી. હાઈટ અને ખેલાડી ને શોભે એવા દેખાવ ઉપર નજર હતી જ.
 
આ કોચ સર્વ ચિન્મય શુક્લા ,ત્રિવેણી સરવૈયા, મહમદ કુરેશી તેઓએ તેની ઉંચાઈ ને ધ્યાને રાખીને ગુજરાત ને એક સારો ખેલાડી આપવા મક્કમ નિર્ધાર કરી  પુર્ણા શુક્લા ને પ્રોત્સાહન અને પ્રેરણા તેમજ જરૂરી મદદ પણ કરી ને પણ વોલીબોલ ખેલાડી બનાવવા સફળ પ્રયાસ શરૂ કર્યા અને સફળતા પણ મેળવી.
 
પણ પુર્ણા નો ભાગ્યોદય ત્યારે શરૂ થયો જ્યારે ગુજરાત સ્પોર્ટ્સ ઓથોરિટી ના  સંચાલક તરીકે સંદીપ પ્રધાન ની નિમણુક થઈ તેઓ IAS હતા અને રમત ગમત ક્ષેત્રે ગુજરાતનું નામ થાય તેવા રમત ગમત પ્રેમી અને ગુજરાત નું નામ રોશન થાય તેવી ભાવના  અને મક્કમતા થી એસ. એ.જી ના ચેર પરસન તરીકે હવાલો સંભાળી લીધો સાથે રાજ્ય ભરમાં થી રમત ગમત ક્ષેત્રે ના શ્રેષ્ઠ કોચ ને બોલાવી મનોમંથન કર્યું. 
 
એમાં સૂરતના વોલીબોલ  કોચ અહેમદ શેખ દ્વારા કરાયેલું એક સૂચન ગુજરાત માં વોલીબોલ એકેડેમી શરૂ થાય, અને એનો સર્વસંમતિ થી સ્વીકાર થયો. આખરે નડિયાદ શહેર માં વોલીબોલ એકેડેમી શરૂ થઈ.
 
રાજ્યભરમાંથી ૧૭૦ સેમી. ની ઉંચાઈ ધરાવતી ૨૫ જેટલી દિકરીઓ ને કોચ દ્વારા પસંદ કરવામાં આવી અને રહેવા , ભોજન સહીત ની  સંપૂર્ણ સુવિધા યુક્ત એવી નડિયાદ વોલીબોલ  એકેડેમી માં દાખલ કરવામાં આવી અને વિવિધ કોચ દ્વારા તાલીમ આપવામાં આવી મહારાષ્ટ્ર થી પણ એક્સપર્ટ કોચ લાવવા માં આવ્યા દિકરીઓ ની વિશિષ્ઠ તાલીમ શરૂ થઈ  જેમાં પુર્ણા શુક્લા નો પણ સમાવેશ થતો હતો.
 
બીજી તરફ એસ. એ.જીના ચેરમેન  સંદિપ પ્રધાન દ્વારા એ .એસ. એ જી. માટે સરકારમાંથી બજેટમાં ખાસ્સો મોટો વધારો મંજૂર કરાવી  લાવ્યા. અને પછીતો એસ.એ.જી. દ્વારા રમતગમત  પ્રવૃતિઓનો વિસ્તાર અને વ્યાપ વધ્યો અને રાજ્ય ભરમા રમત ગમત પ્રવૃત્તિઓ ધમ ધમી ઉઠી અને નડિયાદ એકેડેમી પણ પરિણામલ્લક્ષી બની. બે વર્ષીય તાલીમ બાદ  પુર્ણા ની ઇન્ડિયા ની વોલીબોલ ટીમમાં પસંદગી થઈ જે પુર્ણા ના જીવનનો મોટો પડાવ બની રહ્યો અને ઇન્ટર નેશનલ ખેલાડી બની બેંગકોક  ખાતે ટીમ ગઇ અને સારો દેખાવ કર્યો ,થાઇલેન્ડમાં પુર્ણાની ટીમ ને રજત ચંદ્રક પણ મેળવ્યો હતો. 
 
ત્યારબાદ પુર્ણા શુક્લા ખેલો ઇન્ડિયા માં પણ પસંદગી પામી અને ગુજરાત સરકારની યોજના નો લાભ મળ્યો. સ્પોર્ટ્સ ઓથોરિટી દ્વારા રૂ . દસ હજારનું માસિક પ્રોત્સાહન પણ મળ્યું એક સાથે દસ હજાર રૂપિયા મળે એ પણ પુર્ણા ના જીવનમાં આનંદ અને ઉત્સાહ ભર્યું બન્યું હતું. ગુજરાત સરકાર ની યોજનાઓ હેઠળ સ્પોર્ટ્સ ઓથોરિટી દ્વારા સંખ્યા બંધ રમતવીરો ને આર્થિક પ્રોત્સાહન મળી રહ્યું છે અને રમત વીરો નું જીવન ધોરણ ઉંચુ આવી રહ્યું છે સાથે સાથે ખેલાડી ઓ ને રમત ગમત માટે સારામાં સારી કીટ , સાધનો , પણ પ્રાપ્ત થઈ રહ્યા છે જ્યારે ગુજરાત આજે નેશનલ ગેમ્સ માટે યજમાન બન્યું છે ત્યારે પુર્ણા શુક્લા ને પણ ખુબજ આનંદ છે " કહે છે સ્પોર્ટ્સ ઓથોરિટી દ્વારા રમત ગમત પ્રોત્સાહન યોજના નો લાભ મળવો એજ મારા જીવન નો મોટો બદલાવ છે... પુર્ણા આજે નડિયાદ ખાતે આગળ કોલેજ  નો  અભ્યાસ કરી રહી છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર