અમદાવાદમાં 'ઇન્ડિયન વિમેન્સ લીગ' ટુર્નામેન્ટનો આજથી પ્રારંભ થશે, રાજ્યમાં પ્રથમવાર આયોજન

બુધવાર, 26 એપ્રિલ 2023 (14:31 IST)
અમદાવાદમાં આજથી ઈન્ડિયન વિમેન્સ લીગ ચેમ્પિનશિપ ટુર્નામેન્ટનો પ્રારંભ થશે. રાજ્યમાં પ્રથમવાર ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનના યજમાન અને સ્પોટ્સ ઑફ ગુજરાતના સહયોગથી થઈ રહ્યુ છે. આજથી શરુ થઈ રહેલી આ ટુર્નામેન્ટ આગામી મે મહિના સુધી ચાલશે.

આ મહિલા ટુર્નામેન્ટમાં દેશમાંથી 16 ટીમો ભાગ લઈ રહી છે. આ ટુર્નામેન્ટનું આયેજન શહેરના શાહીબાગ પોલીસ સ્ટેડિયમ અને કાંકરિયા ટ્રાન્સસ્ટેડિયા ફૂટબોલ મેદાન પર થઈ રહ્યુ છે. આજે શહેરમાં શરુ થઈ રહેલી ઈન્ડિયન વિમેન્સ લીગ ચેમ્પિયનશિપ ટુર્નામેન્ટમાં દેશની 400 જેટલી મહિલા ફૂટબોલની ખેલાડીએ ધામા નાખ્યા છે. આ ટુર્નામેન્ટમાંથી જે ક્લબ વિજેતા બનશે તેને એશિયન ફૂટબોલ કન્ફેડરેશન વિમેન્સ ક્લબ ચેમ્પિયનશિપમાં રમવાની તક મળશે. આ ઉપરાંત ફિફા વર્લ્ડકપ ક્વોલિફાયર માટેની ભારતીય વિમેન્સ ફૂટબોલ ટીમમાં સામેલ થવાની તક મળી શકે છે.

આ ટુર્નામેન્ટમાં ભારતના ખેલાડીઓને નેપાળ, બ્રાઝિલ, કેન્યા, ઘાના, મલેશિયા, કેમરુન સહિતના દોશોની ફૂટબોલ ખેલાડી સાથે રમવાની તક મળશે.ગુજરાત ફૂટબોલ એસોસિએશનના તમામ અધિકારીઓ તેમજ કાર્યકરો આ ટુર્નામેન્ટને સફળ બનાવવા માટે જાહેમત ઉઠાવી રહ્યા છે. આ ટુર્નામેન્ટમાં નિયમાનુસાર મહત્તમ ત્રણ વિદેશી મહિલા ખેલાડીઓને સામેલ કરવામાં આવશે. આજથી પ્રારંભ થઈ રહેલી આ ટુર્નામેન્ટ આગામી 21મે સુધી રમાશે. રાજ્યમાં આ પ્રકારની ટુર્નામેન્ટના આયોજનથી સ્પોટ્સ કલ્ચર પણ વિકસિત થશે અને યુવતીઓમાં ફૂટબોલની રમતમાં જવાની અને દેશમાટે રમવાની પ્રેરણા પણ મળશે. રમત-ગમતના પ્રોત્સાહન માટે આ પ્રકારના પ્લેટફોર્મની દરેક ખેલાડીઓને જરુર રહેતી હોય છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર