સ્લોવાકિયાના મિડફિલ્ડર કારહાન બહાર

ભાષા

રવિવાર, 30 મે 2010 (15:15 IST)
સ્લોવાકિયાની રાષ્ટ્રીય ફુટબોલ ટીમના મિડફિલ્ડર મિરાસ્લાવ કારહાનને જાંઘની માંસપેશીઓમાં ઈજા થવાને લીધે ફીફા વિશ્વ કપ-2010માંથી બહાર થઈ જવું પડ્યું છે.

કારહાનને વિશ્વ કપ પહેલા જ ઈજા થઈ હતી પરંતુ સમય જવા છતાં પણ તેઓ તેમાંથી બહાર આવી શક્યા નથી. ટીમના પ્રબંધલે કારહાન વિશ્વ કપમાં નહી રમે તેવી જાહેરાત કરી દિધી છે. કારહાને અત્યાર સુધી સ્લોવાકિયા માટે 96 મેચ રમી છે.

વેબદુનિયા પર વાંચો