પાંચવારના ચેમ્પિયન ભારતે સિતારા સ્ટ્રાઈકર સુનીલ છેત્રી અને ક્લિફોર્ડ મિરાંડાને બે-બે દમદાર ગોલથી ભૂટાનને સમૂહ એ માં શનિવારે રાત્રે 5-0ના મોટા અંતરે હરાવીને સેફ ફુટબોલ ચેમ્પિયનશીપના સેમીફાઈનલમાં પહોંચવા માટે પોતાની દાવેદારી મજબૂત કરી લીધી.
ગત ચેમ્પિયન ભારતે અફગાનિસ્તાન સાથે અગાઉની મેચમાં ડ્રો નો બધો ગુસ્સો જાણે કે ભૂટાન પર ઉતારી દીધો. ભારત આ જીત સાથે સમૂહ એ માં ચાર અંકો સાથે ટોચ પર પહોંચી ગયુ છે. પરંતુ સેમીફાઈનલની તસ્વીર બુધવારે સમૂહની છેલ્લી મેચ પછી જ સ્પષ્ટ થઈ શકશે.