સ્ટ્રાઈકર સુનિલ છેત્રીનાં 2 ગોલની મદદથી ભારતે (SAFF) ફુટબોલ ચેમ્પિયનશિપની સેમિફાઈનલમાં માલદિવ્સને 3-1થી હરાવી ફાઈનલમાં પ્રવેશ કરી લીધો છે. દિલ્હીના જવાહરલાલ નેહરુમાં રમાયેલી સેમિફાઈનલ મેચમાં માલદિવ્સનાં રહિમે મેચની 24મી મિનીયમાં ગોલ ફટકાર્યા બાદ ભારતનાં સ્ટ્રાઈકર સુનિલ છેત્રીએ 69મી અને 90મી મિનીટમાં ગોલ ફટકારી ટીમને શાનદાર જીત અપાવી હતી.
આ સાથે જ ભારતે નવમી વખત રમાઈ રહેલી SAFF ફુટબોલ ચેમ્પિયનશિપમાં આઠમી વખત ફાઈનલમાં પ્રવેશ કર્યો હતો. ભારતે આ પહેલા સાત વખત ફાઈનલમાં પ્રવેશ કરી 5 વખત ટાઈટલ તેના નામે કર્યું હતુ. સ્ટ્રાઈકર સુનિલ છેત્રી આ પહેલા પાંચ દિવસીય ગ્લેસગોલ રેન્જર્સની ટ્રેનિંગ લઈ SAFF ફુટબોલ ચેમ્પિયનશિપ રમવા માટે પરત ફર્યો હતો.
ઉલ્લેખનીય છે કે, માલદિવ્સ સામે 2 ગોલ ફટકારી મેન ઓફ ધ મેચ બનેલા સુનિલ છેત્રીએ ટુર્નામેન્ટની 4 મેચમાં સૌથી વધુ 6 ગોલ ફટકાર્યા છે.