ચોથી વરિયતા પ્રાપ્ત સાયના નેહવાલ એ બોનેક્સ જાપાન ઓપન ટૂર્નામેંટના બીજા પ્રવાસમાં સિંગાપુરની મિસતિયાન ફૂ ને હરાવીને ક્વાર્ટરફાઈનલમાં આજે પ્રવેશ કરી લીધો. જ્યારે કે મહિલા યુગલમાં જ્વાલા ગુટ્ટા અને અશ્વિની પોનપ્પાની ભારતીય જોડી હરીફાઈમાંથી બહાર થઈ ગઈ.
બે લાખ ડોલરની આ હરીફાઈમાં સાયનાએ બીજા દાવમાં સિરસિયાતને સતત ગેમમાં 21-17,21-16થી હરાવી ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ કર્યો. ક્વાર્ટરફાઈનલમાં સાયનાની ટક્કર સિગાપુરના જુઆન ગુ અને જાપાનની સાવકા સાતો વચ્ચે થઈ રહેલ બીજા દાવની મેચના વિજેતા સાથે થશે.