મેરીકોમ-કવિતાએ સ્વર્ણ પદક જીત્યાં

ભાષા

ગુરુવાર, 5 નવેમ્બર 2009 (11:03 IST)
ચાર વખતની વિશ્વ ચૈમ્પિયન એમસી મૈરીકામે બુધવારે અહીં ત્રીજી એશિયાઈ ઈંડોર રમતોની મહિલા બોક્સિંગ સ્પર્ધાના 46 કિલોગ્રામ વર્ગમાં સ્થાનીય બોક્સર હોઆ ગુયેન થિ મારફત મળેલા કડક પડકારને પાર કરતા સ્વર્ણ પદક પોતાના નામે કર્યું. જેનાથી ભારતે આ સ્પર્ધામાં બે પીળા અને એટલા જ રજક પદક જીત્યાં.

કવિતા ગોયત (64 કિલોગ્રામ) એ ભારતને બીજો સ્વર્ણ અપાવડાવ્યો જ્યારે એલ સરિતા દેવી (54 કિલોગ્રામ) અને એન ઉષા (57 કિલોગ્રામ) એ રજત પદક પ્રાપ્ત કર્યા.

વિયેટનામની બોક્સર વિરુદ્ધ મેરીકોમે પોતાના અપાર અનુભવની મદદ મળી. આ ભારતીય બોક્સરે પ્રથમ રાઉન્ડ બાદ 1-0 થી સરસાઈ મેળવી. ત્યાર બાદ સ્થાનીય બોક્સરે સતત પંચ લગાવીને મેરીકોમની બરાબરી કરી અને બન્નેએ બીજા રાઉન્ડમાં બે-બે અંક પ્રાપ્ત કર્યા.
ત્રીજો રાઉન્ડ ઘણો રોમાંચક રહ્યો કારણ કે, બન્ને બોક્સરોએ ત્રણ-ત્રણ અંક પ્રાપ્ત કર્યા જેનાથી મેરીકોમે 6-5 થી સરસાઈ મેળવી લીધી.

બાદમાં ફાઈનલ રાઉન્ડમાં મેરીકોમે વિયેટનામની બોક્સરને રોકતા બે મહત્વપૂર્ણ અંક પ્રાપ્ત કરીને 8.6 થી બાઉટ જીતી લીધી.

કવિતાએ 64 કિલોગ્રામ વર્ગમાં કજાખસ્તાનની ખાસેનોવા સાઇડાને 8 . 4 થી હરાવીને ભારતને બીજુ સ્વર્ણપદક અપાવડાવ્યું. જ્યારે એલ સરિતા દેવી 54 કિગ્રા વર્ગમાં ચીનની ઝાંગ કિનથી 7- 9 થી હારી ગઈ જેથી તેને રજત પદકથી સંતોષ કરવો પડ્યો.

વેબદુનિયા પર વાંચો