ભારતે કબડ્ડી વિશ્વકપ જીત્યો

સોમવાર, 21 નવેમ્બર 2011 (12:03 IST)
.
N.D
ભારતીય પુરૂષ અને મહિલા કબડ્ડી ટીમોએ રવિવારે રાત્રે સંપન્ન વિશ્વકપ ટૂર્નામેંટનો ખિતાબ જીતી લીધો છે. પુરૂષ વર્ગમાં ભારતે પોતાનો ખિતાબ બચાવ્યો છે, જ્યારે કે મહિલા વર્ગ એ પહેલીવાર ખિતાબ જીત્યો છે.

પુરૂષ ટીમના ખિતાબી મુકાબલામાં કેનેડાને 59-25થી હરાવીને પોતાનું વર્ચસ્વ કાયમ રાખ્યુ જ્યારે મહિલા ટીમે સેમીફાઈનલમાં ઈગ્લેંડને 44-17થી હરાવી દીદુ. પુરૂષ વર્ગમાં ગત ઉપવિજેતા પાકિસ્તાન ઈટલીને 60-22થી હરાવીને આ વખતે ત્રીજા સ્થાન પર રહ્યુ.

પંજાબના મુખ્યમંત્રી પ્રકાશ સિંહ બાદલે વિજેતા પુરૂષ ટીમને બે કરોડ રૂપિયા અને મહિલા ટીમને એક કરોડ રૂપિયાની ઈનામ ટ્રોફીઓ સાથે આપ્યુ. કનાડાની પુરૂષ ટીમને પણ એક કરોડ રૂપિયા મળ્યા.

વેબદુનિયા પર વાંચો