લોહડી- લોહડી શીખ પરિવારો માટે ખુબ જ મહત્વનો તહેવાર છે. લોહડી મકરસંક્રાતિના એક દિવસ પહેલાં ઉજવવામાં આવે છે. દરેક વખતે 13 જાન્યુઆરીએ દરેક પંજાબી પરિવારમાં આ તહેવાર ઉજવવામાં આવે છે અને તે દિવસે આનો વિશેષ ઉત્સાહ હોય છે. વળી આ ઉત્સાહ ત્યારે બમણો થઈ જાય છે જ્યારે આ દિવસે ઘરની અંદર નવી વહું કે નવા જન્મેલા બાળકની પહેલી લોહડી હોય.
આ દિવસે બાળકોમાં પણ ખુબ જ ઉત્સાહ રહે છે. મોડી રાત્રે ખુલ્લી જગ્યાએ આગ સળગાવવામાં આવે છે. આખો પરિવાર અગ્નિની ચારે તરફ પ્રદક્ષિણા કરે છે. ત્યાર બાદ બધાને પ્રસાદ વહેચવામાં આવે છે. પ્રસાદની અંદર મુખ્ય રીતે તલ, ગજક, ગોળ, મગફળી અને મકાઈની ધાણી વહેચવામાં આવે છે.
આગ લગાવ્યા બાદ તેની આસપાસ ચોખા, સાકરીયા અને રેવડી વેરવામાં આવે છે જેને ત્યાં હાજર રહેલા લોકો ઉઠાવે છે. એવી માન્યતા છે કે જે વ્યક્તિ આગની વચ્ચેથી ધાણી કે મગફળી ઉઠાવે છે તેની ઈચ્છા પૂર્ણ થાય છે. ત્યાર બાદ નાચ-ગાનનો કાર્યક્ર્મ શરૂ થાય છે. મોડી રાત્રી સુધી આ કાર્યક્રમ ચાલે છે અને તેમાં ખાસ કરીને મક્કે કી રોટી અને સરસોનું સાગ બનાવવામાં આવે છે. આ રીતે આખો પરિવાર હસતા-ગાતા લોહડીની ઉજવણે કરે છે અને તેમનું આખુ વર્ષ આવી રીતે જ પસાર થાય તેવી પ્રાર્થના કરે છે.