શ્રાવણ મહીનાના સોમવારે શ્રાવણ સોમવાર જેમાં દોવોના દેવા મહાદેવની પૂજા કરવાથી સૌભાગ્ય ફળા મળે છે અને દરેક મનોકામના પૂરી થાય છે. શ્રાવણા મહીનામાં મંગળવારે મંગળા ગૌરી વ્રતા કરાય છે. શ્રાવણના શુક્રવારે જીવંતિકા વ્રત કરય છે. જીવંતિકાનું વ્રત કરનારના સંતાન પર માની અમી દ્રષ્ટિ રહે છે અને તેઓ દીર્ધાયુષી મળે છે.
શ્રાવણમાં ગાય તુલસી વ્રતનુ પણ ઘણુ મહત્વ છે. ગાય તુલસી વ્રત શ્રાવણ મહિનાની અમાસે કુંવારી કન્યા અને સોહગણ સ્ત્રી બંને કરી શકે છે. શ્રાવણ માસની અમાસે સોમવાર આવે તો સો ગણુ ફળ મળે. અમાસના દિવસે સૂર્યોદય પહેલા સ્નાનઆદિથી પરવારીને પ્રથમ ગાયનુ પૂજન કરી તુલસી માતાનુ પૂજન કરવુ. ત્યારબાદ ગાય તુલસી વ્રત કથા સાંભળવી. વ્રત કરનારે એકટાણુ કરવુ. વ્રતમાં લીલુ અનાજ, કઠોર, લીલુ શાક અને લીલા રંગની વસ્તુ ન ખાવી અને લીલા વસ્ત્રો ન પહેરવા. આ વ્રત કરનાર કુંવારી કન્યાઓને મનગમતો જીવનસાથી મળે છે અને સોહાગણ સ્ત્રીનુ વાંઝિયામેણુ ટળે છે અને તે પરમ સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે.