Shiv ને પ્રસન્ન કરવા જાણો, શ્રાવણ સોમવાર વ્રતની વિધિ
ગુરુવાર, 9 જુલાઈ 2020 (16:03 IST)
શ્રાવણ સોમવારના વ્રતમાં ભગવાન શિવ અને દેવી પાર્વતીની પૂજા કરવામાં આવે છે. પ્રાચીન શાસ્ત્રો મુજબ સોમવારનુ વ્રત ત્રણ પ્રકારનુ હોય છે. સોમવાર, સોળ સોમવાર અને સૌમ્ય પ્રદોષ. સોમવારના વ્રતની વિધિ બધા વ્રતોમાં સમાન હોય છે. આ વ્રતને શ્રાવણ મહિનામાં શરૂ કરવુ શુભ માનવામાં આવે છે.
શ્રાવણ સોમવારનુ વ્રત સૂર્યોદયથી પ્રારંભ કરીને ત્રીજા પ્રહર સુધી કરવામાં આવે છે. શિવ પૂજા પછી સોમવાર વ્રતની કથા સાંભળવી જરૂરી છે. વ્રત કરનારાઓએ દિવસમાં એકવાર ભોજન કરવુ જોઈએ.
" શ્રાવણ સોમવારના વ્રતમાં ભગવાન શિવ અને દેવી પાર્વતીની પૂજા કરવામાં આવે છે. પ્રાચીન શાસ્ત્રો મુજબ સોમવારના વ્રત ત્રણ પ્રકારના હોય છે. સોમવાર, સોળ સોમવાર અને સૌમ્ય પ્રદોષ. આ વ્રતની શ્રાવણ મહિનામાં શરૂઆત કરવી શુભ માનવામાં આવે છે."