Sawan 2020: શ્રાવણમાં શિવજીને આ દસ વસ્તુઓ અર્પણ કરવાથી શિવ તરત જ પ્રસન્ન થાય છે

બુધવાર, 8 જુલાઈ 2020 (20:11 IST)
ભગવાન શિવને સાચા મનથી જે પણ અર્પણ કરવામાં આવે છે, તે ખૂબ જ સરળતાથી પ્રસન્ન થઈ જાય છે કારણ કે ભગવાન ફક્ત ભક્તના ભાવના ભૂખ્યા છે.  છતાય કેટલીક વસ્તુઓ ભગવાન શિવને ખૂબ પ્રિય છે. તમે શ્રાવણમાં ભગવાન શિવને આ વસ્તુઓ અર્પણ કરીને પણ તેમને પ્રસન્ન કરી શકો છો
 
શ્રાવણ મહિનામાં 'ૐ નમ શિવાય મંત્ર' નો જાપ કરતા શિવજીને જળનો અભિષેક કરો. એવું કહેવામાં આવે છે કે જ્યારે ભગવાન શિવે સુષ્ટિના હિત  માટે ઝેર પીધુ હતુ ત્યારે ઝેરના તાપને કારણે શિવનું મસ્તક ખૂબ ગરમ થઈ ગયું હતું. ત્યારે ઇન્દ્રદેવે વરસાદ વરસાવ્યો હતો. જેનાથી શિવને શાંતિ મળી.  આથી ભગવાન શિવને જળ ચઢાવવામાં આવે છે. એવી જ રીતે જ્યારે આપણે શિવને જળ ચઢાવીએ છીએ, ત્યારે આપણું મન શાંત રહે છે.
 
2 શિવલિંગને કેસર મિશ્રિત જળ ચઢાવવાથી સૌમ્યતા પ્રાપ્ત થાય છે. આ મંત્રનો જાપ શિવલિંગને  કેસર મિશ્રિત જળ ચઢાવતી વખતે 108 વખત આ મંત્રનો જાપ કરવો જોઈએ.
 
ૐ તત્પુરુષાય વિદ્મહે મહાદેવાય ધીમહિ। તન્નો રુદ્ર: પ્રચોદયાત્।
 
3 શિવનો ખાંડથી અભિષેક કરવાથી સુખ અને સમૃદ્ધિ મળે છે.  સાથે જ   આર્થિક સ્થિતિ પણ યોગ્ય રહે છે, ગરીબી દૂર થાય છે.
 
4. ભગવાન શિવને અત્તર ચઢાવો,  શિવલિંગ પર અત્તર ચઢાવવાથી   આપણા વિચારો પવિત્ર થાય છે. આપણુ મન ભટકતું નથી, જેથી આપણે ખોટા માર્ગે જતા નથી. 
 
5. શિવજીને દૂધ પણ પસંદ છે શિવલિંગ પર દૂધનો અભિષેક કરવાથી આરોગ્ય સારુ રહે છે. વ્યક્તિ નિરોગી બને છે. 
 
6. ભગવાન ભોલેનાથનો દહીંથી અભિષેક કરવાથી સ્વભાવમાં ગંભીરતા આવે છે. જીવનના કષ્ટ દૂર થાય છે. બિલ્વ પત્ર પર ચંદનનો ટીકો લગાવીને શિવજી ચઢાવવાથી પણ શિવજી અત્યંત પ્રસન્ન થાય છે. 
 
7. શિવને સફેદ ચંદન ચઢાવવું જોઈએ, ચંદન ચઢાવવાથી આપણને આકર્ષક વ્યક્તિત્વ પ્રાપ્ત થાય છે.  સાથે જ સમાજમાં માન સન્માન અને યશ કીર્તિમાં વૃદ્ધિ થાય છે. 
 
8. ભગવાન શિવને પણ મધ પણ ચઢાવવામાં આવે છે, તે પણ શિવની પ્રિય વસ્તુ છે, મધ ચઢાવવાથી વાણીમાં મધુરતા વધે છે
 
9. ભાંગ શિવ સાથે ખૂબ જ પ્રિય છે. શિવને ભાંગ ચઢાવવાથી આપણી અંદરની બધી દુષ્ટતાઓ દૂર થાય છે.
 
0 ભગવાન શિવને ઘી ચઢાવવુ જોઈએ. ઘી ચઢાવવાથી શક્તિ વધે છે. મધ અને ઘી થી અભિષેક કરવાથી ધન સંપત્તિમાં વૃદ્ધિ થાય છે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર