પુરાણોમાં પાણીનું મહત્વ અને તેના સંરક્ષણ વિશે સ્પષ્ટ વ્યાખ્યા કરવામાં આવી છે. શિવ પર જળ ચઢાવવાનું મહત્વ પણ સમુદ્ર મંથનની ગાથા સાથે જોડાયેલ છે. અગ્નિ સમાન વિષ પીધા બાદ શિવજીનો કંઠ એકદમ નીલો પડી ગયો હતો. વિષની ઉષ્ણતાને શાંત કરીને શિવને શીતળતા પ્રદાન કરવા માટે બધા જ દેવી-દેવતાઓએ તેમને જળ અર્પણ કર્યું. એટલા માટે શિવ પૂજામાં જળનું ખાસ મહત્વ છે.
શિવ પુરાણમાં તો એટલે સુધી કહેવામાં આવે છે કે શિવજી સ્વયં જ જળ છે-
એટલે કે જે જળ સૃષ્ટિ પરના બધા જ પ્રાણીઓમાં જીવનનો સંચાર કરે છે તે જળ સ્વયં તે પરમાત્મા શિવનું રૂપ છે. એટલા માટે જળનું મહત્વ સમજીને તેની પૂજા કરવી જોઈએ નહિ કે તેનો વ્યય.