અષાઢના અંતિમ દિવસે પરિણીતા બહેનો માટેનું એવરત-જીવરતનું વ્રત અને દિવાસાનું જાગરણ તા.4 ઓગસ્ટે રવિવારે અષાઢ અમાસની રાત્રિએ કરાશે, બીજા દિવસે સોમવારે પાવનકારી શ્રાવણ માસનો આરંભ થશે અને શ્રાવણની પહેલી સાંજ સુધી વ્રતધારી બહેનો જાગરણ કરશે એટલે કે દોઢ દિવસનું આ હિન્દુ વ્રતોનું સૌથી મોટુ જાગરણ છે. એક તો પર્વનો માસો ગણાતા 'દિવાસાનું જાગરણ સૌથી મોટું જાગરણ ગણાય છે. જેમાં પરિણીતા વ્રતધારી બહેનો આ ગુરૂવારે આખો દિવસ ઉપવાસ કરી એવરત-જીવરત અને અજયા માતા, વિજ્યા માતાની આસ્થાભેર પૂજા કરશે. રવિવારની રાત ઉપરાંત સોમવારે પણ આખો દિવસ આ બહેનો સૂતા નથી. આ પર્વની ઉજવણી સાથે હિન્દુ ધર્મના અનેકવિધ પર્વો અને તહેવારોની ઉજવણીનો આરંભ થાય છે. દિવાસાથી શરૂ થતી પર્વોની શૃંખલા લાભપાંચમ સુધી ચાલે છે જેમાં નાના-મોટા ૧૦૦ જેટલા પર્વોની પરંપરાગત રીતે હિન્દુ સમાજ કરે છે