Divaso 2023- દિવાસો ક્યારે છે 2023, સો દિવસના તહેવારની શરૂઆત

બુધવાર, 5 જુલાઈ 2023 (12:44 IST)
Divaso 2023- દિવાસો 2023 - દિવાસો 2023 તારીખ 17 જુલાઈ થી અધિક માસની શરૂઆત થઈ રહી છે. તેથી દિવાસા વ્રત 17 ઓગસ્ટના દિવસે રહેશે. દિવાળી 2023 - આ વખતે વર્ષ 2023 માં, દિવાળી 12 નવેમ્બર રવિવારે કારતક અમાવસ્યાની તારીખે ઉજવવામાં આવશે. 
 
આ ધાર્મિક વિધિ દેવી પાર્વતીને સમર્પિત છે અને બીજા દિવસથી શરૂ થતા શ્રાવણ મહિનાના આમંત્રણ તરીકે કરવામાં આવે છે.
 
વર્ષ 2023 માં દિવાસામાં અધિક માસનુ પણ સમાવેશ થઈ રહ્યુ છે. દિવાસા દરમિયાના શ્રાવણા મહીનો આવે છે તેમાં ઘણા પ્રકારના વ્રત-તહેવારનો સમાવેશ થાય છે જેમકે  એવરત-જીવરતનું વ્રત, દશામાના વ્રત, ફૂલ કાજળી વ્રત, જીવંતિકા વ્રત, શીતળા સાતમ, રક્ષાબંધન, કૃષ્ણ જન્માષ્ટમી, ગણેશ ઉત્સવ, નવરાત્રી, દશેરા આમ તહેવારોના એક ઉત્સવની જેમ દિવાળી સુધી ચાલતુ રહે છે. 

દિવાસો (Divaso) એટલે કે સો પર્વનો વાસો અષાઢ વદ અમાસથી દિવાળી સુધી લગભગ 100 દિવસનો સમય રહે છે. 
 
દિવાસા એટલે જે દિવાસો (Divaso) દિવાસાના દિવસ સાથે એવરત-જીવરતનું વ્રત પણ સંકળાયેલું છે. અષાઢ વદ તેરસથી શરૂ થતું આ વ્રત અષાઢી અમાસ એટલે કે દિવાસાના દિવસે પૂર્ણ થાય છે. સૌભાગ્યવતી સ્ત્રીઓ આ દિવસે જ્વારાની પૂજા કરીને તેની પાસે દીવો પ્રગટાવે છે. એટલા માટે પણ આ દિવસને દિવાસો કહેવાય છે.દિવાસાના દિવસે એક વ્રતની પૂર્ણાહુતિ થતાં બીજા વ્રતની શરૂઆત થાય છે. દિવાસાના બીજા દિવસે એટલે કે શ્રાવણના પહેલા દિવસથી દશામાના વ્રતની શરૂઆત થાય છે. સ્ત્રીઓ દશામાનો શણાગર, સાંઢણી વગેરે લાવીને દસ દિવસ માતાજીની વિધિપૂર્વક પૂજા -અર્ચના કરે છે.
 
રાજા તારી સોડસો રોણી, પોણી ભરવા ગયતેલી રે, પોણી બોણી નો મળ્યુ ને પશુ પંખી તરસે મરતેલ રે'' દિવાસો આવતા જ આદિવાસી વિસ્તારોમા ભગવાન શ્રીકૃષ્ણને સંબોધતુ આ ફટાણુ ગુંજવા લાગે છે.
 
સાસરે ગયેલી દિકરીઓ માવતર આવે છે. પુર્વજોને યાદ કરાય છે. ખેતરમા નવા પાકની પુજા થાય છે અને ગામ આખુ ભેગુ થઇને ફટાણા ગાતા ગાતા દિવાસાની આગલી રાત જાગરણ કરીને દેવતાઓને રીઝવવાનો પ્રયાસ કરે છે.
 
Edited By-Monica Sahu 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર