ડિલીવરી પછી ક્યારે શારીરિક સંબંધ બનાવવું જોઈએ....

બુધવાર, 6 ડિસેમ્બર 2017 (16:13 IST)
ડિલીવરી પછી મહિલાને રિકવરી માટે થોડું ટાઈમ તો લાગે છે. તેથી આ એક સવાલ ઉઠે છે કે ડિલીવરીના કેટલા દિવસો પછી શારીરિક સંબંધ બનાવવું યોગ્ય થઈ શકે છે. ડાક્ટર્સ કહે છે કે ડિલીવરી પછી મહિલાને આરામ કરવાની જરૂર હોય છે. આ સમય હોય છે 4-6 મહીનાનો . આ સમયે શારીરિક સંબંધ બનાવવાથી પરહેજ કરવું મહિલાના આરોગ્ય માટે યોગ્ય હોય છે.  ડિલીવરી પછી સંબંધ બનાવ્યા પછી તરત પ્રેગ્નેંટ થવાની શકયતા હોય છે. જો તે સમયે સંબંધ બનાવતા ગર્ભધારણ થઈ જાય તો મહિલાના આરોગ્ય માટે હાનિકારક સિદ્ધ થઈ શકે છે. તેથી ડિલીવરી પછી થોડા મહિના સુધી મહિલાને આરામ કરવા અને શારીરિક સંબંધથી દૂર રહેવાની જરૂર છે. 
કોઈ પણ મહિલા જો ડિલીવર પછી તેમના શરીરને રિકવર હોવાનો સમય ન આપે તો ઘણી ઘાતક સ્વાસ્થય સમસ્યાઓનો સામનો કરવું પડી શકે છે. ડિલીવરી પછી મહિલાઓને બહુ વધારે બ્લીડિંગ હોય છે. તેથી ત્યારે સુધી શારીરિક સંબંધ બનાવવું યોગ્ય નહી હોય . જ્યારે સુધી બ્લીડિંગ બંદ ન થઈ જાય. 
 
ડિલીવરી પછી શારીરિક સંબંધ બનાવવાથે એક ખતરો સંક્રમણનો પણ હોય છે. તેથી ડિલીવરી પછી ઓછામાં ઓછા 6 મહીના સુધી કપલ્સને શારીરિક સંબંધથી દૂર રહેવું જોઈએ. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર