અનેક પુરૂષોનુ એવુ વિચારવુ છે કે મહિલાઓ જ્યારે પહેલીવાર સેક્સ કરે છે તો તેમને યોનિમાંથી લોહી નીકળે છે અને આ તેમના વર્જિન થવાની ઓળખ છે. પણ સાચુ કહીએ તો આ માત્ર એક ખોટી ધારણા છે. આ ઉપરાંત પુરૂષ એવુ પણ માને છેકે જો કોઈ યુવતી કે મહિલાને સેક્સ કરવામાં તકલીફ ન થાય તો તે વર્જિન નથી. જો કે દરેક સ્ત્રીનુ શરીર જુદુ હોય છે અને એ પ્રમાણે તે સેક્સ દરમિયાન પ્રતિક્રિયા આપે છે.
અનેક મહિલાઓને પ્રથમવાર સેક્સમાં દુખાવો થાય છે અનેકને લોહી પણ નીકળે છે. પણ આ વર્જિનિટીનો પુરાવો નથી. આ વિશે કેટલાક તથ્યો નિમ્ન પ્રકારના છે.
તથ્ય 1 - પહેલીવાર સેક્સ દરમિયાન લોહી, હાઈમનના ફાટવાને કારણે નીકળે છે. જે એક પ્રકારની ઝિલ્લી હોય છે. આ ઝિલ્લી સ્ત્રીના પ્રાઈવેટ પાર્ટ પર ચઢેલી રહે છે.
તથ્ય 2 - પુરૂષોને એ ખબર નથી હોતી કે કેટલીક યુવતીઓનો જન્મ હાઈમન વગર જ થાય છે અને આ કારણે પણ તેમને પહેલીવાર સેક્સ દરમિયાન લોહી નીકળતુ નથી.
તથ્ય 3 - અનેક મહિલાઓની હાઈમન, રમત ગતિવિધિઓ જેવી કે સાઈકલ ચલાવવી, સ્વીમિંગ કરવુ વગેરેના કારણે પણ ફાટી જાય છે.
તથ્ય 4 - જરૂરી નથી કે જેને રક્ન નથી નીકળતુ તેને દુખાવો પણ ન થાય. તેને દુખાવો થઈ પણ શકે છે અને નહી પણ. પણ આ બધુ વર્જિનિટીનુ પ્રુફ નથી.
તથ્ય 5 - કેટલીક મહિલાઓને પ્રથમવાર સેક્સ દરમિયાન લોહી આવી જાય છે. પણ તેમને દુખાવો થતો નથી. એ નથી બતાવતુ કે વર્જિન છે કે નહી.
તથ્ય 6. - કેટલીક મહિલાઓમાં હાઈમન, હસ્તમૈથુન ને કારણે પણ ફાટી જાય છે. જ્યારે કે કેટલાકમાં આ કારણ વગર જ બ્રેક થઈ જાય છે.
7. ઈંટરકોર્સ વગર પણ અનેક મહિલાઓની હાઈમન ફાટી જાય છે. દોડ લગાવનારી યુવતીઓની હાઈમન ખૂબ જ ઓછી આયુમાં ફાટી ચુકી હોય છે.
આ બધા પહેલીવાર લોહી ન નીકળવાના કારણ છે જેને લોકો દ્વારા વર્જિન હોવાનો પુરાવો માની લેવામાં આવે છે. જ્યારે કે યુવતીઓ અને મહિલાઓના શરીર જુદા જુદા હોય છે અને તેની સંરચના પણ ખૂબ જ જટિલ હોય છે. જેને સમજવી પુરૂષો માટે એટલી સહેલી વાત નથી.