સમાગમ કર્યા પછી પણ જો તમે કંસીવ નથી કરી શકતા તો તેની પાછળ અનેક પ્રકારના કારણ હોઈ શકે છે.. શારીરિક અક્ષમતા જ ગર્ભધારણ ન થવાનુ કારણ નથી.. અનેકવાર શરીરિક સંબંધ બનાવવાના તમારી સ્ટાઈલ પણ આ માટે જવાબદાર હોય છે. ખોટી રીતે સંબંધ બનાવવા, અનિયમિત અને ઓછુ સેક્સ કરવુ વગેરે ગર્ભ ધારણ ન કરવાના કારણ હોઈ શકે છે. જેના વિશે અનેક કપલ્સને જાણકારી હોય્તી નથી. અને જ્યારે આ કારણોને કંસીવ કરવામાં પ્રોબ્લેમ આવે છે તો તે તેને સેક્સુઅલ ડિસઓર્ડર સમજીને પરેશાન થવા માંડે છે. જ્યારે કે એવુ હોતુ નથી. સંબંધ બનાવતી વખતે જો કેટલીક વાતોનુ ધ્યાન રાખવામાં આવે અને કેટલીક વધુ ટીપ્સ અપનાવવામાં આવે તો તેમા તમારી પ્રેગનેંસીની શક્યતાઓ ઘણી ખરી વધી જાય છે.. તો ચાલો જાણીએ કે એ કયા ઉપાય છે જે તમને જલ્દી મા બનવામાં મદદ કરે છે.