પૂજા કરતી વખતે જ્યાં કળશ સ્થાપિત થવાનો છે, ત્યાં હળદરથી અષ્ટદળ બનાવવામાં આવે છે. તેના પર ચોખા મૂકવામાં આવે છે. ચોખા ઉપર કળશ મૂકવામાં આવે છે. પાણી, દુર્વા, ચંદન, પંચામૃત, સોપારી, હળદર, ચોખા, સિક્કો, લવિંગ, ઈલાયચી, પાન, સોપારી વગેરે શુભ વસ્તુઓ કળશમાં નાખવામાં આવે છે. આ પછી કળશ ઉપર સ્વસ્તિક બનાવવામાં આવે છે. આંબાના પાંદડાવાળું નારિયેળ કળશ પર મૂકવામાં આવે છે. કેટલાક લોકો લાલ કપડાથી લપેટેલું નાળિયેર કળશ ઉપરમૂકતા હોય છે. ત્યારપછી ધૂપ અને દીપ પ્રગટાવી કળશની પૂજા કરવામાં આવે છે.