સ્નાન કર્યા વગર ન કરવુ આ કામ, નહી તો પીછો નહી છોડે રોગ
શનિવાર, 9 ડિસેમ્બર 2017 (17:41 IST)
-રસોડું ઘરનો મુખ્ય ભાગ છે, આ સ્થાન પર દેવી અન્નપૂર્ણા અને માતા લક્ષ્મીનો વાસ પણ રહે છે.
વાસ્તુશાસ્ત્ર મુજબ ઘરના સભ્યોને થતા રોગ અને કષ્ટનું કારણ વાસ્તુદોષ પણ હોઈ શકે છે.
તમે કઈ દિશામાં મોઢું કરીને રસોઈ બનાવો છો, તે પણ ખૂબ મહત્વપૂર્ણ છે.
તેનાથી પણ વધુ મહત્વનુ છે કે તમે કેવી અવસ્થામાં રસોડામાં પ્રવેશ કરો છો.
સ્નાન કર્યા વગર ન તો રસોડામાં જવું કે ન તો રસોઈ બનાવવી કે ભોજન કરવું.
શાસ્રો મુજબ જે માણસ આવું કરે છે, તે દેવી અન્નપૂર્ણાનું અપમાન કરે છે.
વિજ્ઞાન પણ માને છે કે જે માણસ સ્વચ્છ થયા વગર રસોઈ કરે છે તેને રોગ થાય છે.
જે લોકો દક્ષિણ દિશામાં મોઢું કરીને ભોજન રાંધે છે એ ક્યારે પણ નિરોગી નથી રહી શકતા.
પશ્ચિમ દિશામાં મોઢું કરીને ભોજન બનાવવાથી ત્વચા અને હાડકાઓ સાથે સંબંધિત રોગ થવાનો ખતરો બન્યો રહે છે.
દક્ષિણ-પશ્ચિમ દિશામાં મોઢું કરીને રસોઈ કરવાથી ઘર-ગૃહ્સ્થીમાં ક્યારે ખુશહાલી નહી આવી શકે. નાની નાની વાત પર પણ પારિવારિક સભ્યોમાં મન દુખ થઈ જાય છે.
ઉત્તર દિશામાં મોઢું કરીને ભોજન બનાવવાથી આર્થિક સ્થિતિ મજબૂત નહી રહે.
પૂર્વ દિશામાં મોઢું કરીને ભોજન બનાવવાથી શુભતાનો સંચાર થાય છે બરકત બની રહે છે.
રસોડામાં પૂર્વ દિશામાં બારી જરૂર રાખવી. તેનાથી સકારાત્મકતામાં વધારો હોય છે.
કોઈ પણ પારિવારિક સભ્યના ભોજન કરતા પહેલા ગાયને રોટલી આપો.
આવું કરવાથી ક્યારે પણ પરિવાર પર કોઈ સંકટ નથી આવતું.