Republic Day 2024: ભારત આ વર્ષે 74મો પ્રજાસત્તાક દિવસ ઉજવશે કે 75મો ? તમે કંફ્યુઝ છો તો અહી જાણો

રવિવાર, 7 જાન્યુઆરી 2024 (11:33 IST)
આપણા દેશમાં 26 જાન્યુઆરી એટલે કે ગણતંત્ર દિવસ ખૂબ હર્ષોલ્લાસ સાથે ઉજવવામાં આવે છે. આ દિવસે આખા દેશમાં તહેવાર જેવુ વાતાવરણ કાયમ રહે છે. સ્કુલ અને કોલેજમાં અનેક પોગ્રામ થાય છે. તો બીજી બાજુ આ દિવસે દેશના રાષ્ટ્રપતિ નવી દિલ્હીમાં ઝંડો લહેરાવે છે પણ શુ તમારા મનમાં આ સવાલ આવ્યો કે આ વર્ષે આપણે કયો ગણતંત્ર દિવસ અથવા પ્રજાસત્તાક દિન ઉજવવા જઈ રહ્યા છીએ ? ઘણા લોકોને આનો જવાબ ખબર નથી તેથી તમે પણ પરેશાન ન થશો અમે તમને અહી બતાવી રહ્યા છીએ કે 74મો ગણતંત્ર દિવસ ઉજવાય રહ્યો છે કે 75મો. 
 
26 જાન્યુઆરી 1950ના રોજ દેશનુ સંવિધાન લાગૂ કરવામાં આવ્યુ છે. ભારતના પહેલા રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદે 21 તોપોની સલામી આપીને ઝંડો લહેરાવ્યો હતો. ત્યારથી દર વર્ષે 26 જાન્યુઆરીના રોજ ગણતંત્ર દિવસ ઉજવાય છે. દેશ 26 જાન્યુઆરી 1950ના રોજ ગણતંત્ર બન્યો હતો. આવામાં 26 જાન્યુઆરી 1951ના રોજ એકવર્ષ પુરૂ થયુ, ત્યાર દેશનો બીજો ગણતંત્ર દિવસ ઉજવાયો. આ રીતે 1959માં 10મો, 1969મા 20મો, 1999માં 50મો ગણતંત્ર દિવસ ઉજવાયો હતો.  આ જ રીતે 2024માં ભારતે પોતાનો 74મો ગણતંત્ર દિવસ ઉજવ્યો અને હવે 2024માં ભારત 75મો ગણતંત્ર દિવસ ઉજવશે. 
 
26 જાન્યુઆરીના રોજ જ ગણતંત્ર દિવસ કેમ ઉજવાય છે. ?
 
જ્યારે  અંગ્રેજો પાસેથી 15 ઓગસ્ટ 1947ના રોજ દેશને આઝાદી મળી ત્યારે ત્રણ વર્ષ બાદ દેશમાં ભારતનું બંધારણ લાગુ કરવામાં આવ્યું હતું. આ દિવસ આપણે ભારતીયોની લોકશાહી રીતે આપણી સરકાર પસંદ કરવાની શક્તિને પણ ચિહ્નિત કરે છે. આ જ દિવસે આપણું બંધારણ પણ અમલમાં આવ્યું. ડૉ. ભીમ રાવ આંબેડકરે બંધારણની ડ્રાફ્ટિંગ કમિટિ (મુસદ્દા સમિતિ) ની અધ્યક્ષતા કરી હતી. 26 જાન્યુઆરી, 1950 ના રોજ, દેશને સંપૂર્ણ રીતે પ્રજાસત્તાક જાહેર કરવામાં આવ્યો. તેથી જ આપણે 26 જાન્યુઆરીએ જ ગણતંત્ર દિવસ ઉજવીએ છીએ. 26 જાન્યુઆરીના રોજ પ્રજાસત્તાક દિવસ પણ ઉજવવામાં આવે છે, કારણ કે આ દિવસે વર્ષ 1930માં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે દેશને સંપૂર્ણ સ્વતંત્ર હોવાની જાહેરાત કરી હતી
 
 રાષ્ટ્રપતિ 26 જાન્યુઆરીએ ધ્વજ ફરકાવે છે
આપણા દેશનું બંધારણ 26 જાન્યુઆરી, 1950 ના રોજ અમલમાં આવ્યું, તે પહેલા દેશમાં ન તો બંધારણ હતું કે ન તો રાષ્ટ્રપતિ હતા. ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદે 21 તોપોની સલામી આપીને ધ્વજ ફરકાવ્યો હતો. ત્યારથી દર વર્ષે 26 જાન્યુઆરીએ રાષ્ટ્રપતિ ગણતંત્ર દિવસ પર ધ્વજ ફરકાવે છે.
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર