પ્રધાનમંત્રીની પ્રેરણાથી હાલમાં સાંસદ ખેલ સ્પર્ધા ચાલી રહી છે.૨૧ મી જૂને વિશ્વ યોગ દિવસ ની જાણે કે પ્રસ્તાવના બંધાતી હોય તે રીતે વડોદરામાં સાંસદ રંજનબેન ભટ્ટ પ્રાયોજિત સાંસદ ખેલ સ્પર્ધામાં સૂર્ય નમસ્કાર નો વિશ્વ વિક્રમ રચાયો છે. જેના હેઠળ ૧૫૦૦ થી વધુ સાધકોએ ૫૧ વાર સામુહિક સૂર્ય નમસ્કાર કર્યા હતા. સાંસદ ખેલ સ્પર્ધાનો આજનો બીજો દિવસ આ ઘટનાને પગલે અવિસ્મરણીય બની રહ્યો હતો. આ સૂર્ય સાધનાને વિશ્વ વિક્રમના પુસ્તકમાં સ્થાન મળવાનું છે.
સાધકોમાં બાળકો,યુવાનો, મહીલાઓ અને વડીલો,સહુનો સમાવેશ થતો હતો.માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે આ કાર્યક્રમ યોજાયો હતો. ઊગતા સૂર્યની સાક્ષીએ સાધકોએ સૂર્ય નમસ્કાર દ્વારા સ્વસ્થ જીવન શૈલી અને ચુસ્તી જાળવવાનો સંદેશ આપ્યો હતો.