વર્ષે 11મી જુલાઈના રોજ ઉજવવામાં આવે છે, આ ઉજવણી વિશ્વમાં વસ્તીવધારાની સમસ્યા પ્રત્યે લોકજાગૃતી આવે તે માટે કરવામાં આવે છે. આ ઉજવણીની શરૂઆત સંયુક્ત રાષ્ટ્રસંઘનાં 'સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ'ની સંચાલન પરિષદ દ્વારા 1989માં કરવામાં આવેલ. 11 જુલાઈ 1987 નાં દિવસે વિશ્વની જનસંખ્યા લગભગ 5 અબજને પાર કરી ગયેલ, જે દિવસ 'પાંચ અબજ દિન' તરીકે ઓળખાવાયો, અને આ દિવસથી પ્રેરીત થઇ જનહીતમાં વિશ્વ વસ્તી દિન ઉજવવામાં આવે છે.
લોકો હજી પણ વસ્તી વધારાની સમસ્યાને સમજી શકતા નથી, કે ભવિષ્યમાં આ આણા વિકાસમાં અવરોધ સર્જી શકે છે. ચીનની વાત કરીએ તો ચીન સામ્રાજ્યવાદી દેશ છે. અહીં લોકો પર કેટલી રીતે પ્રતિબંધ મુકીને વસ્તીવધારા પર કાબુ મેળવવાનાં પ્રયત્નો કરાઈ રહ્યા છે. ભારત લોકતાંત્રીક દેશ છે. સભાનતા અને શિક્ષણના પ્રચાર વગર વસ્તી વધારા પર કાબુ મેળવવો અશક્ય છે. તાજેતરમાં આપણને અનાજની કટોકટી માટે એશિયાને જવાબદાર ગણાવવામાં આવ્યા છે. આ દિવસે વધતી જનસંખ્યાને રોકવાના સમાધાન અને લોકોને તે માટે જાગૃત કરવા માટે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તર પર તમામ પ્રયાસો કરવામાં આવે છે. ઘણી જગ્યાઓ પર સંમેલનો યોજવામાં આવે છે તો ક્યાંક આ વિષયો પર લોકો સાથે ચર્ચા કરવામાં આવે છે