ઉલ્લેખનીય છે કે મહિલા પોસ્ટ ગ્રેજ્યુએટ ઈસ્ટિટ્યુટ ઓફ મેડિકલ એજ્યુકેશ ન એંડ રિસર્ચ (PGIMER) ચંડીગઢમાં જોબ કરે છે. આ મહિલાએ એક એવા વ્યક્તિ સાથે લગન કર્યા જેના પહેલાથી જ બે બાળકો છે હવે મહિલાએ પોતાના બાળકને જન્મ આપ્યો પણ તેને મેટરનિટી લીવ ન મળી. જેને લઈને મહિલાએ PGIMERના વિરુદ્ધ કોર્ટમાં અરજી કરી હતી. જેના પર હાઈકોર્ટમાં જસ્ટિસ જસવંત સિંહ અને જસ્ટિસ સંત પ્રકાશની પીઠે આ આદેશ સંભળાવ્યો.
ખંડપીઠે નર્સિંગ ઓફિસરની અરજી નામંજૂર કરતા જણાવ્યું હતું કે, "ભલે અરજદાર પતિના પહેલા લગ્નથી જન્મેલા બે બાળકોની બાયોલોજિકલ માતા નથી, પરંતુ તે આ હકીકતને નકારી શકતી નથી કે હવે તે જ એ બાળકોની માતા છે."