દિગ્ગજ પાટીદાર આગેવાન નરેશ પટેલની રાજકારણમાં એન્ટ્રીને લઇને મોટા સમાચાર

મંગળવાર, 14 જૂન 2022 (18:55 IST)
વર્ષના અંતમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી  યોજાવવાની છે. જેને ગુજરાતમાં કોંગ્રેસ, આપ અને ભાજપ સહિતની પાર્ટીઓ સક્રિય થઇ ગઇ છે. પક્ષાંતરનો દૌર શરૂ થઇ ગયો છે તો બીજી તરફ મોટા ચહેરાઓને પોતાની તરફ કરવા માટે પક્ષો તનતોડ મહેનત કરી રહ્યા છે. ત્યારે છેલ્લા કેટલાક સમયથી સતત ચર્ચામાં રહેલા પાટીદાર આગેવાન નરેશ પટેલ ભાજપમાં જોડાશે કે કોંગ્રેસમાં તેને લઇને સતત અટકળો ચાલી રહી હતી. તો થોડા સમય પહેલાં આપમાં જોડાવવાની વાત પણ વહેતી થઇ હતી. 
પરંતુ આ બધાની વચ્ચે હવે નરેશ પટેલની રાજનીતિમાં એન્ટ્રી મામલે વધુ એક મોટા સમાચાર સામે આવ્યા છે. 
 
આજે નરેશ પટેલની રાજકારણમાં એન્ટ્રીને લઇને ચાલી રહેલી અટકળો પર વિરામ લાગી ગયો છે. સૂત્ર પાસેથી પ્રાપ્ત માહિતી પ્રમાણે નરેશ પટેલ રાજકારણમાં જોડાવાના નથી. આ અંગે ગુરૂવારે અંતિમ નિર્ણય જાહેર કરવામાં આવે તેવી શક્યતા છે. ખોડલધામની ત્રણેય સંસ્થાઓની ગુરૂવારે કાગવડમાં બેઠક યોજાવાની છે. 
 
ગુરૂવાર એટલે કે 16 જૂને ખોડલધામની ત્રણેય સંસ્થા જેમાં ખોડલધામ ટ્રસ્ટ, સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન તથા લેઉવા પટેલ અતિથિ ભવન સોમનાથના હોદ્દેદારોની બેઠક યોજાવાની છે. આ બેઠકમાં ત્રણેય સંસ્થાના ટ્રસ્ટીઓ હાજર રહેવાના છે. આ બેઠક બાદ નરેશ પટેલ રાજનીતિમાં ન જોડાવાની સત્તાવાર જાહેરાત કરી શકે છે. જેમાં તે તમામ જાહેરાત કરે તેવી શક્યતા છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર