લડાઈનો વીડિયો વાયરલ થયો છે
સમગ્ર મામલે ભાવિન દેસાઈએ જલાલપોર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. હુમલાના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયા પર વાયરલ થતાં ચર્ચાનો વિષય બન્યો છે. પોલીસે ભાવિન દેસાઈની ફરિયાદ પરથી સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે. પોલીસના જણાવ્યા અનુસાર તપાસ બાદ કાર્યવાહી કરવામાં આવશે અને કેસમાં યોગ્ય કલમો ઉમેરવામાં આવશે.