ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ગુજરાતની બે દિવસીય મુલાકાતે, એરપોર્ટ કરાયું સ્વાગત

ગુરુવાર, 24 માર્ચ 2022 (10:24 IST)
ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ગુજરાતની બે દિવસીય મુલાકાત આવી પહોંચતા અમદાવાદ એરપોર્ટ ખાતે તેઓનું સ્વાગત અને ઉષ્મા પૂર્ણ અભિવાદન ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ,પ્રોટોકોલ મંત્રી જગદીશ વિશ્વકર્મા અને અમદાવાદના મેયર કિરીટ ભાઈ પરમાર દ્વારા  કરવામાં આવ્યું હતું.
 મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન, મુખ્ય સચિવ પંકજકુમાર,  સામાન્ય વહીવટ વિભાગના અધિક મુખ્ય સચિવ એ.કે રાકેશ, રાજ્ય પોલીસ વડા આશિષ ભાટિયા, અમદાવાદ જિલ્લા કલેકટર સંદીપ સાંગલે અને શહેર પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે પણ ઉપસ્થિત  રહી રાષ્ટ્રપતિનું સ્વાગત કર્યું હતું

 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર