Weather update- ભારે વરસાદને લઈ દક્ષિણ ગુજરાતમાં યલો એલર્ટ

મંગળવાર, 27 જૂન 2023 (07:39 IST)
રાજ્યના લોકો માટે ચોમાસાને લઈને સારા સંકેત મળી રહ્યા છે. 27 જૂનથી 1 જુલાઈ સુધીમાં ગુજરાતમાં ખૂબ સારો વરસાદ પડવાની શક્યતા છે.
 
હવામાન વિભાગની જાહેરાત મુજબ દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રનાં કેટલાક વિસ્તારોમાં ચોમાસાનો વિધિવત્ રીતે પ્રારંભ થઈ ચૂક્યો છે. જેના કારણે અમરેલી અને ભાવનગરનાં જિલ્લાઓમાં વરસાદ પડી રહ્યો છે.
 
હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી હતી જે મુજબ રાજ્યના 125 તાલુકામાં મુશળધાર વરસાદ વરસ્યો હતો. ગુજરાતમાં હજુ પણ આગામી ચાર દિવસ વરસાદી માહોલ સર્જાશે જેને પગલે ભેજનું પ્રમાણ ઓછું થશે. 

Edited BY-Monica Sahu
 
રાજ્યમાં આગમી ચાર દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી 
હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે રાજ્યમાં 24 કલાક બાદ અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની આગાહી કરી છે. હવમાન વિભાગની આગાહી મુજબ સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની આગાહી કરી છે. બે દિવસ બાદ ચોમાસાનું જોર વધી શકે છે. આજથી ચાર દિવસ રાજ્યમાં વરસાદી વાતાવરણ રહેશે. રાજ્યમાં આજે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, મહિસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દાદરાનગર હવેલી, દમણના મોટા ભાગના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની હવામાન વિભાગની આગાહી છે. જ્યારે મોરબી, જામનગર, રાજકોટ, દ્વારકા, પોરબંદર, જુનાગઢ, અરેલી, ગીરસોમનાથ, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગરના કેટલાક સ્થળોએ પણ વરસાદ થવાની શક્યતા છે. આ સાથે કચ્છના કેટલાક સ્થળોએ પણ વરસાદ થઇ શકે છે તેમ હવામાન વિભાગે માહિતી આપી છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર