બંગાળની ખાડીમાં 3 સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. વરસાદી સિસ્ટમ યથાવત રહેતા હજુ આગામી પાંચ દિવસ સુધી રાજ્યમાં વરસાદી માહોલ રહેવાની આગાહી છે. રાજ્યના 24 તાલુકામાં 4 ઇંચ કરતા વધારે વરસાદ નોંધાયો છે. 37 તાલુકામાં 3 ઇંચ કરતા વધારે વરસાદ, 56 તાલુકામાં 2 ઇંચ કરતા વધારે વરસાદ અને રાજ્યના 104 તાલુકામાં 1 ઇંચ કરતા વધારે વરસાદ નોંધાયો છે.
હવામાન વિભાગ અનુસાર હજુ આગામી પાંચ દિવસમાં રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. રાજ્ય પર એકસાથે ત્રણ સિસ્ટમ સક્રિય થતાં રાજ્યમાં સારો એવો વરસાદ પડી શકે છે. ત્યારે દક્ષિણ ગુજરાતના માંડવી અને ડોલવણમાં આભ ફાટ્યું હોય તેવા દ્રશ્યો સર્જાયા હતાં ડોલવણમાં 11.54 ઈંચ જ્યારે માંડવીમાં 10 ઈંચ વરસાદ ખાબક્યો હતો.
છેલ્લા 2 કલાકમાં રાજ્યનાં 167 તાલુકામાં વરસાદ નોંધાયો છે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ ખાબક્યો છે. છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ સુરતના ઉમરપાડામાં 7.25 ઇંચ વરસાદ નોંધાયો છે. માંડવીમાં 6. ઇંચ, માંગરોળમાં 6 ઇંચ, કામરેજમાં 4.5 ઇંચ વરસાદ ખાબક્યો છે. આ સાથે કચ્છના ભુજ તાલુકામાં માત્ર 2 કલાકમાં જ ત્રણ ઈંચ વરસાદ પડતા ઠેરઠેર પાણી ભરાયા હતા. આ સિવાય દ્વારકાના કલ્યાણપુર તાલુકામાં ચાર કલાકમાં 3.84 ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો.
- તાપીના ડોલવણમાં 11 ઈંચથી વધુ વરસાદ
- સુરતના માંડવીમાં 10 ઈંચથી વધુ વરસાદ
- તાપી વ્યારામાં 7 ઈંચથી વધુ વરસાદ
- ગીરસોમનાના તાલાલામાં 7 ઈંચથી વધુ વરસાદ
- તાપીના વાલોડમાં 7 ઈંચ વરસાદ
- નવસારીના વાંસદામાં 6 ઈંચથી વધુ વરસાદ
- સુરતના મહુવામાં 6 ઈંચ વરસાદ
- ડાંગના વઘઈમાં સાડા સાડા પાંચ ઈંચ વરસાદ
- સુરતના બોરડોલીમાં પાંચથી વધુ વરસાદ
- તાપીના સોમનઢમાં 5 ઈંચથી વધુ વરસાદ
18 ઓગસ્ટે પાટણ, સાબરકાંઠા, અરવલ્લી, આણંદ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, દક્ષિણ ગુજરાત, નર્મદા, ભરૂચ, દ્વારકા, ગીર સોમનાથ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, મોરબી, રાજકોટ, અમરેલી, ભાવનગર, બનાસકાંઠામાં ધોધમાર વરસાદની આગાહી.