હાલમાં ઉનાળામાં આખું ગુજરાત જળકટોકટીની વેદનાને સહન કરી રહ્યું છે. ખેડૂતોને ખેતી માટે તો લોકોને પીવા માટે પાણીના ફાંફાં મારવા પડ્યાં છે. એક તરફ સૌરાષ્ટ્ર અને કચ્છમાં પાણીના પોકારોને લીધે માલધારીઓને તેમના પશુઓ માટે પાણીની હાંલાકી સહન કરવી પડી છે. બીજી બાજુ ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારોમાં પાણીની સમસ્યાએ માઝા મુકી છે. સરકાર પાણી પુરુ પાડવા માટે મોટી ગુલબાંગો મારી રહી છે અને ટેન્કર રાજમાં જાહેરમાં પાણીની લૂંટ થતી દેખાય છે ત્યારે આવા જળસંકટ વચ્ચે લાખો લીટર પાણીનો વેડફાટ પણ ચર્ચાએ ચડ્યો છે.