વિકાસ સહાય ગુજરાતના નવા ઈન્ચાર્જ DGP બન્યા, આશિષ ભાટીયાની નિવૃતિ બાદ ચાર્જ સંભાળશે

મંગળવાર, 31 જાન્યુઆરી 2023 (17:02 IST)
અગાઉ અમદાવાદના પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ અને સુરતના પોલીસ કમિશનર અજય તોમરના નામોની પણ ચર્ચા હતી
 
ગુજરાતના નવા પોલીસ વડા આશિષ ભાટીયા આજે નિવૃત્ત થઈ રહ્યાં છે. ત્યારે નવા પોલીસ વડા તરીકે 1989 બેચના IPSઅધિકારી વિકાસ સહાયને ચાર્જ સોંપવામાં આવ્યો છે. તેઓ આજે આશિષ ભાટીયાની નિવૃત્તિ બાદ ચાર્જ સંભાળી લેશે. નવા DGP માટે 3 IPSઅધિકારીઓ રેસમાં હતા. જેમાં સંજય શ્રીવાસ્તવ, વિકાસ સહાય અને અજય તોમરના નામની ચર્ચા હતી. જેમાં આખરે વિકાસ સહાયને ચાર્જ સોંપવામાં આવ્યો છે. 
 
વિકાસ સહાય 1989 બેચના IPS અધિકારી
વિકાસ સહાય 1989 બેચના IPS અધિકારી છે અને તેમણે સરદાર વલ્લભભાઈ પટેલ નેશનલ પોલીસ એકેડમી, હૈદરાબાદમાં તાલીમ મેળવી હતી. પોલીસ વિભાગમાં 1999માં એસપી આણંદ, 2001માં એસપી અમદાવાદ ગ્રામ્ય, 2002માં અમદાવાદ શહેરના ડીસીપી ઝોન II અને III, 2004માં અમદાવાદ શહેરના ડીસીપી ટ્રાફિક, એડિશનલ સીપી ટ્રાફિક જેવા અસંખ્ય મહત્વના હોદ્દાઓ સંભાળ્યા છે.તેમની પસંદગી દેશની પ્રથમ પોલીસ યુનિવર્સિટી “રક્ષા શક્તિ યુનિવર્સિટી”ની સ્થાપના માટે કરવામાં આવી હતી. 
 
આજે આશિષ ભાટીયાનો પણ કાર્યકાળ પૂરો થઈ રહ્યો છે
અગાઉ વિજય રૂપાણીની સરકાર વખતે પેપરલીકને કારણે ભરતી બોર્ડના ચેરમેન વિકાસ સહાય સાઈડલાઈન થઈ ગયા હતા. હવે ભૂપેન્દ્ર પટેલની સરકારમાં વિકાસ સહાય ફરી સાઈડમાંથી મેઈન જગ્યા ઉપર આવ્યા છે. જો કે અત્યારે તેઓ ઈન્ચાર્જ ડીજીપી તરીકે જ જવાબદારી સંભાળશે. આજે આશિષ ભાટીયાનો પણ કાર્યકાળ પૂરો થઈ રહ્યો છે. વિધાનસભા ચૂંટણી પહેલા આશિષ ભાટીયાને છ માસનું એક્સટેન્શન અપાયું હતું

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર