ગુજરાતમાં સતત વધતા જતા કોરોનાના સંક્રમણને લઇને થઇ રહેલી કામગીરીની ક્યાંક પ્રશંસા થઇ રહી છે તો બીજી તરફ ક્યાંક બેદરકારીના કિસ્સા પણ સામે આવી રહ્યા છે. તાજેતરમાં વલસાડની સિવિલ હોસ્પિટલમાં ઘોર બેદરકારીનો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. તેમાં તંત્રએ દર્દીનો કોરોના ટેસ્ટ કર્યા વિના કોરોનાના વોર્ડ રાખ્યો હતો. ત્યારબાદ બે દિવસ બાદ દર્દીનું મોત નિપજ્યાં પરિવારજનોએ હોસ્પિટલમાં હોબાળો મચાવ્યો હતો.
વલસાડ સિવિલમાં એક જ દિવસમાં બીજી ઘોર બેદરકારીની ઘટના બનતા ખળભળાટ મચી જવા પામ્યો છે. વલસાડના એક દર્દીનું કોવિડ ટેસ્ટ વગર જ 5 દિવસ સુધી કોરોનાના વોર્ડમાં રાખવામાં આવ્યો હતો. પરંતુ સોમવારના રોજ તેનું મૃત્યું થતા તેને મૃત જાહેર કરાતા પરિવારજનોએ હોબાળો મચાવ્યો હતો. જોકે પરિવારજનોએ હોબાળો મચાવ્યા બાદ પોલીસની શરણે ગયા હતા.
પરિવારે પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે સિવિલ હોસ્પિટલની બેદરકારીના લીધે દર્દીનું મોત નિપજ્યું છે. દર્દીને 5 દિવસથી કોરોના ટેસ્ટ વિના અન્ય કોરોના પોઝિટિવ દર્દીઓની સાથે રાખવાનો આવ્યો હતો. આવી બેદરકારી કેમ રાખવામાં આવે છે, સારવાર માટે આમ તેમ કેમ રખડવું પડે છે. મોટી સંખ્યામાં હોસ્પિટલ પર પરિવારના સભ્યો ભેગા થતા પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો. ઘટનાની જાણ પરિવારએ પોલીસને પણ કરાઈ હતી.