વલસાડમાં ભારે વરસાદે તબાહી મચાવી છે. તમને જણાવી દઈએ કે સતત ભારે વરસાદને કારણે અહીં પૂર જેવી સ્થિતિ છે. ઘણા રસ્તાઓ પાણીથી ભરાઈ ગયા છે. ઉપરાંત, ઘણી જગ્યાએ પાણી ભરાઈ ગયા છે, જેના કારણે લોકોને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ભારે વરસાદના કારણે વલસાડમાં અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હોવાના સમાચાર પણ સામે આવ્યા હતા. નીચાણવાળા વિસ્તારમાં ઘર અને દુકાનોમાં પણી ભરાઈ જવાના કારણે સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
હવામાન વિભાગના આંકડા અનુસાર, વહેલી સવારે 6 વાગ્યાથી 10 વાગ્યા સુધીમાં વલસાડમાં સાડા ત્રણ ઈંચથી વધુનો વરસાદ નોંધાયો છે. આ સાથે પારડીમાં પણ અઢી ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. નવસારીના ચિખલીમાં દોઢ ઈંચ તેમજ છોટા ઉદેપુરમાં અડધા ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે.