આજે આ વર્ષનો છેલ્લો દિવસ હોય અને આવતીકાલથી નવું વર્ષ બેસતું હોય તેને લઈને ગુજરાતના અનેક મોટા શહેરમાં પાર્ટીઓનું આયોજન કરવામાં આવી રહ્યુ છે. ગુજરાતમાં દર વર્ષે થર્ટી ફર્સ્ટની પાર્ટીમા દારુના નશામાં ધુત નબીરાઓ પકડાતા હોય છે. ગુજરાતમાં આજે અનેત જગ્યાએ થર્ટી ફર્સ્ટની પાર્ટીનું આયોજન થવાનું છે અને ઘણી જગ્યાએ દારુની મહેફીલ પણ માણવામાં આવશે. જો કે આ વખતે પોલીસ દરુની મહેફીલ પહેલા જ રંગમા ભંગ પાડી શકે છે. ગુજરાતની બોર્ડર પર સઘન ચેંકિગ હાથ ધરાઈ રહ્યુ છે.
આજે ગુજરાતના વલસાડ પાસે પોલીસે ગઈકાલે વાહન ચેંકિગની પ્રક્રિયા હાથ ધરી હતી. આ વાહન ચેંકિગ દરમિયાન 916 જેટલા નબીરા નશાની હાલતમાં પકડાયા હતા. આ તમામ પર પોલીસે કાર્યવાહી શરુ કરી દીધી છે. પોલીસ દ્વારા કોવિંદ ગાઈડલાઈન્સનુ પણ પાલન કરવામાં આવી રહ્યુ છે.ગુજરાતમાં આજે થર્ટી ફર્સ્ટ હોય તેને લઈને પોલીસનો ચેકપોસ્ટ પર ચુસ્ત બદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ગુજરાતની બહારથી નબીરાઓ દારુના નશામાં તેમજ ગેરકાયદેસર રીતે દારુ ઘુસાડવાના બનાવને અટકાવવા માટે બધી બોર્ડર પર બદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ગઈકાલે ચેંકિગ દરમિયાન બ્રેથ એનલાઈઝર મશીન વડે પીધેલા લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ ટેસ્ટમાં 916 લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. ગઈકાલે વલસાડ જિલ્લા પોલીસ સ્ટેશન નજીક એક ખાનગી મેરેજ હોલ અને વાડી ભાડે રાખી હતી. પોલીસને ચેકપોસ્ટથી આ હોલ સુધી લાવવા માટે એક બસ અને સરકારી વાહનોની મદદ લેવાઈ હતી. પોલીસે જિલ્લામાં આવેલા ફાર્મ હાઉસ તેમજ પાર્ટી થઈ શકે તેવા સ્થળો પર LCB અને SOGની ટીમ વોચ રાખી છે.