Vadodara Samachar - વડોદરા શહેરમાં વધુ એક શાળાને બોમ્બથી ઉડાવવાની ધમકી મળતા ખળભળાટ મચી ગયો છે અને શહેરની પોલીસ દોડતી થઇ ગઇ છે. શહેરના હરણી વિસ્તારમાં આવેલી સિગ્નસ શાળાને બોમ્બથી ઉડાવવાની ધમકી મળતા પોલીસના ઉચ્ચ અધિકારીઓ, બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ સાથે ઘટનાસ્થળે દોડી ગયા છે. સ્કૂલ પરિસરમાં સઘન ચેકિંગ અને સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે.
આ મેસેજમાં RDX મુકાયું અને આખી સ્કૂલ ઉડાવી દઈશું તેવી ધમકી આપવામાં આવી છે, ત્યારે હાલમાં બોમ્બ સ્ક્વોડ અને ડોગ્સ સ્ક્વોડ સહિતની ટીમો દ્વારા સઘન તપાસ શરૂ કરાઈ છે. તાત્કાલિક વાલીઓને પણ જાણ કરી વિદ્યાર્થીઓને સેફલી ઘરે મોકલી દેવામાં આવ્યા છે. હાલ તો પોલીસ દ્વારા સમગ્ર મામલે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે. ધમકી આપનારને શોધવા માટે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.