સરકારે એવો દાવો કર્યો છેકે, ગુજરાતમાં કુલ 55 લાખ લોકોએ કોરોનાની રસીનો બીજો ડોઝ લીધો ન હતો તે પૈકી 55 લાખ લોકોને બીજો ડોઝ આપી દેવાયો છે. હજુ 10 લાખ લોકોએ બીજોડોઝ લીધો નથી પરિણામે બાકી રહી ગયેલાં તમામ લોકોને બીજો ડોઝ આપી દેવામાં આવશે.
એક મહિનો ચાલનારા “હર ઘર દસ્તક” અભિયાનનો હેતુ કોવિડ રસીનો પ્રથમ ડોઝ લેવામાં સમગ્ર પુખ્તવયની વ્યક્તિઓને આવરી લેવાય એ સુનિશ્ચિત કરવાનો છે અને સાથે જેમને બીજો ડોઝ લેવાનો બાકી છે તેમને રસીનો બીજો ડોઝ લઈ લેવા માટે પ્રોત્સાહિત કરવાનો છે. આરોગ્યકર્મીઓ ભારતભરમાં ઘરે ઘરે જઈને રસી લેવા માટે યોગ્ય લોકોને રસી આપી રહ્યા છે અને તેમાં ખાસ કરીને જ્યાં 50 ટકાથી ઓછો રસી લેવા યોગ્ય પુખ્ત લોકોની સંખ્યા ધરાવતા જિલ્લાઓ પર લક્ષ આપવામાં આવી રહ્યું છે.