ગુજરાત એટીએસ દ્વારા હાલમાં જ મોરબીના ઝીંઝુડામાંથી પકડેલા 120 કિલો હેરોઇન કેસમાં વધારે તપાસ કરતા ચોંકાવનારી વિગતો સામે આવે છે. રાજસ્થાન અને જોડિયામાંથી પોલીસે વધુ 3 આરોપીઓની ધરપકડ કરી 24 કિલો વધારે હેરોઇન જપ્ત કર્યું છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ ઝુંઝુડા કેસમાં ઝડપાયેલા 3 આરોપીઓ 12 દિવસના પોલીસ રિમાન્ડ પર છે ત્યારે ડ્રગ્સ સિન્ડિકેટ પાકિસ્તાનથી ઓપરેટ થઇ રહી હોવાનું પણ સામે આવ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે મોરબી 600 કરોડના ડ્રગ્સ કાંડમાં ડ્રગ્સના વેપારી ઝીંઝુડા સુધી કેવી રીતે પહોંચા. મૂળ બાબરા તાલુકાના મીયા ઝીજડિયા ગામના નિવાસી અને હાલમાં મોરબી તાલુકાના ઝીઝુંડામાં રહેનાર સમસુદ્દીન હુસૈનમિયા સૈયદના ઘરે એટીએસની ટીમે રેડ પાડી હતી. જ્યાંથી એટીએસની ટીમ જામનગર જિલ્લાના મુખ્તાર હુસૈન ઉર્ફે બબ્બાર હાઝી નૂર મોહમંદ રાવ અને તેની સાથે સલાયાના નિવાસી ગુલામ હુસૈન ઉમરની ધરપકડ કરી હતી.