બેરોજગારી: તલાટીની 3400 જગ્યા માટે 17 લાખ ઉમેદવારો ફોર્મ ભર્યા, 1 જગ્યા માટે 500 ઉમેદવારો વચ્ચે સ્પર્ધા

મંગળવાર, 7 જૂન 2022 (11:34 IST)
રાજ્યમાં બેરોજગારીનો આંકડો ચિંતાજનક સ્થિતિએ પહોંચ્યો છે. રાજ્યમાં શિક્ષિત બેરોજગારોની સમસ્યા સતત વધતી જાય છે. સરકારી નોકરી મેળવવા માટે યુવાનોમાં જાણે કે હોડ જામી છે. ગુજરાત સરકારે રાજ્યમાં ફરીથી તલાટીની ભરતીની જાહેરાત બહાર પાડી છે. જેના પગલે ખૂબ મોટી સંખ્યામાં યુવકોએ ઉમેદવારી નોંધાવી છે.
 
તાજેતરમાં તલાટીની 3400 જગ્યા માટે ભરતી બહાર પાડવામાં આવી હતી. ત્યારે તેની સામે 17 લાખ ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે. તલાટીની એક જગ્યા માટે 500 ફોર્મ ભરાયા છે. 3400 જગ્યા માટે 17 લાખ ફોર્મ ભરાયા છે. ગુજરાતમાં તલાટીની નોકરી મેળવવા જાણે કે શિક્ષિત બેરોજગારોએ દોટ લગાવી છે. 
 
આ આંકડાઓ રાજ્યમાં બેરોજગારીની વાસ્તવિકતા દર્શાવે છે જેનાથી સ્પષ્ટ થાય છે કે યુવાનોને પુરતા પ્રમાણમાં રોજગારી મળી રહી છે. સરકારના રોજગારીના ઉઘાડા પડી ગયા છે. આજે યુવાનો સરકારી નોકરી મેળવવા માટે પડાપડી કરી રહ્યા છે. જ્યારે સરકારી જાહેરાત બહાર પડે છે ત્યારે આવા પ્રકારના આંકડા ચોક્ક્સ જોવા મળે છે. આના પરથી અંદાજ મેળવી શકાય છે કે, ગુજરાતમાં બેકારીનું પ્રમાણ કેટલી હદે પહોંચ્યું છે.
 
ગુજરાતમાં હવે શિક્ષિત બેરોજગારીનો ગ્રાફ દિવસેને દિવસે વધી રહ્યો છે. સરકારી આંકડા પ્રમાણે ગુજરાતમાં હાલ 3 લાખથી વધુ શિક્ષિત બેરોજગારો છે. જ્યારે 17 હજાર 816 અર્ધ શિક્ષિત બેરોજગારો રાજ્યમાં ફરી રહ્યા છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર