એક સ્ટાર્ટઅપે વિકસાવી ક્રાંતિકારી પ્રોડક્ટ, મિલ્કોચીલ પશુપાલકો બનશે આર્શિવાદ, મળ્યો એવોર્ડ

મંગળવાર, 7 જૂન 2022 (11:32 IST)
અમદાવાદના પ્રોમ્પ્ટ ઈનોવેશન નામના અગ્રણી અને ઈનોવેટીવ સ્ટાર્ટઅપને ઉર્જા કાર્યક્ષમ અને ટકાઉ કુલીંગ સોલ્યુશન વિકસાવવા બદલ એનિમલ હસબન્ડરી સ્ટાર્ટઅપ ગ્રાન્ડ ચેલેન્જ-2.0નું વિજેતા જાહેર કરાયુ છે.
 
કેન્દ્ર સરકારની સ્ટાર્ટઅપ ઈન્ડીયા ઈનિશ્યેટિવ હેઠળ પશુપાલન અને ડેરી વિભાગ દ્વારા આયોજીત એનિમલ હસબન્ડરી  સ્ટાર્ટઅપ ગ્રાન્ડ ચેલેન્જ-2.0નો ઉદ્દેશ પશુપાલન અને ડેરી ઉદ્યોગમાં નવતર પ્રકારના તેમજ આર્થિક રીતે સક્ષમ ઉપાયો શોધી કાઢી પશુપાલન અને ડેરી ઉદ્યોગના પડકારો હલ કરવા તથા આ ક્ષેત્રોમાં નવી ટેકનોલોજીસનો લાભ લેવા માટે આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ચેલેન્જ માટે કુલ 157 અરજીઓ મળી હતી.
 
પ્રોમ્પટ ઈનોવેશન્સને દૂધને તાજુ રાખવા માટે અને તેની સેલ્ફ લાઈફ વધારવા માટે મિલ્કોચીલ નામનું ઈન્સ્ટન્ટ મિલ્ક ચીલર લૉ કોસ્ટ કુલીંગ અને મિલ્ક પ્રિઝર્વેશન સિસ્ટમ અને ડેટાલોગર વિકસાવવા બદલ આ બહુમાન પ્રાપ્ત થયું છે. 
 
પ્રોમ્પટ ઈનોવેશન્સના ડિરેક્ટર શ્રીધર મહેતા જણાવે છે કે “મિલ્કોચીલ એ ક્રાંતિકારી પ્રોડક્ટ છે અને જે રીતે દૂધને ઠંડુ પાડવામાં આવે છે તેની પધ્ધતિ બદલી નાંખશે. સ્થળ ઉપર ઈન્સ્ટન્ટ ચીલીંગ કરી શકવાના કારણે દૂધનો બગાડ અટકે છે અને દૂધની ગુણવત્તા જાળવી શકાય છે. દૂધની શેલ્ફલાઈફ વધતી હોવાથી ડેરી ક્ષેત્રના ખેડૂતોને વધુ આવક પ્રાપ્ત થાય છે. અમને રોમાંચ છે કે ભારત સરકારે કુલીંગ ટેકનોલોજી સેગમેન્ટમાં અમારા પ્રયાસોની કદર કરી છે.”   
 
બુધવારે નવી દિલ્હી ખાત એનએએસસી સંકુલ ખાતે યોજાયેલ એક સમારંભમાં માછીમારી, પશુપાલન અને ડેરી વિભાગના માનનિય મંત્રી શ્રી પરસોત્તમ રૂપાલાના હસ્તે પ્રોમ્પટને આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.
 
વાર્ષિક 210 મિલિયન ટનના ઉત્પાદન સાથે ભારત દુનિયામાં દૂધનું સૌથી ઉત્પાદન કરતો દેશ છે. આમ છતાં રેફ્રીજરેશનની સુવિધાના અભાવને કારણે અથવા તો અર્થક્ષમ ચીલીંગ સુવિધાના અભાવે લાખો લીટર દૂધ બગડી જવાથી જેમની આવકનો મુખ્ય આધાર દૂધ છે તેવા ડેરી ક્ષેત્રના સિમાંત ખેડૂતોને માઠી આર્થિક અસર થાય છે.
 
ચીલીંગમાં વિલંબ અને ચીલીંગ માટે સતત વીજ પૂરવઠાની ઉપલબ્ધિનો અભાવ તે ડેરી ક્ષેત્રના ખેડૂતો માટે મોટા પડકારો છે અને તે દૂધના  બગાડ તરફ દોરી જાય છે તથા દૂધની ગુણવત્તાને માઠી અસર કરે છે. ભારત જ્યારે ઉત્તમ ગુણવત્તા ધરાવતા દૂધના ઉત્પાદક તરીકે  ઉભરવાનો ઉદ્દેશ ધરાવે છે ત્યારે આ સમસ્યાને હલ કરવી જરૂરી છે.
 
મિલ્કચીલ પેટન્ટેડ થર્મોડાયનેમિક ડિઝાઈન આધારિત છે અને પ્રોમ્પટ દ્વારા તેની ડિઝાઈન આઈઆઈટી મુંબઈ પાસેથી ટેકનોલોજી મેળવીને વિકસાવવામાં આવી છે. થર્મલ સ્ટોરજ મિકેનિઝમ જ્યારે પણ વિજળી ઉપલબ્ધ ના હોય ત્યારે ઉર્જાનો સંગ્રહ કરે છે અને મિલ્ક ચીલીંગ માટે તે ઉપલબ્ધ કરીને વિજળીની ગેરહાજરીમાં ત્વરિત ચીલીંગ શક્ય બનાવે છે. આ વ્યવસ્થા જ્યાં વિજળીનો પૂરવઠો અનિયમિત છે તેવા ગ્રામીણ વિસ્તારો માટે આદર્શ પૂરવાર થાય છે.
 
મિલ્કોચીલનો  ઉપયોગ ખેડૂતો જ્યાં ગ્રાહકોને સીધુ વેચાણ કરે છે તેવા નાના મિલ્ક કલેક્શન સેન્ટરમાં અને જ્યાં દૂધને ઠંડુ કરવાની માળખાગત સુવિધા નથી તેવા તથા જ્યાં ક્લસ્ટર બલ્ક મિલ્ક કૂલર્સ માટે પ્રિ-કુલીંગ કરવામાં આવે છે. જ્યાં સહકારી અને ખાનગી ડેરીઓ ત્યાં આવતા દૂધની ગુણવત્તા સુધારવા માટે અને મૂલ્યવર્ધિત પ્રોડક્ટ તરીકે ગુણવત્તા સુધારવા માંગે છે તેવા વિસ્તારમાં થઈ શકે છે. નવતર પ્રકારના અને પોસાય તેવા મિલ્કોચીલથી દર કલાકે 250 લીટર દૂધનું ત્વરિત કૂલીંગ થઈ શકે છે અને તેની દૈનિક ક્ષમતા 500 લીટરની છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર