ગુજરાત સરકાર આજે યુનિફોર્મ સિવિલ કોડ અંગે મોટી જાહેરાત કરી શકે છે તેવા સમાચાર છે. બપોરે 12.15 વાગ્યે, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી એક પ્રેસ કોન્ફરન્સ કરશે જેમાં યુસીસી સમિતિ અંગે જાહેરાત કરવામાં આવી શકે છે. આ સમિતિમાં ૩ થી ૫ સભ્યો હોવાનો અંદાજ છે.
આજે સમિતિની જાહેરાત થઈ શકે છે
2022 ની ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા, ભાજપે રાજ્યમાં સમાન નાગરિક સંહિતા લાગુ કરવાનો પોતાનો ઇરાદો જાહેર કર્યો હતો. 2023 માં, કાયદા પંચે ફરીથી આ વિષય પર ચર્ચા શરૂ કરી. તેણે અમલીકરણ અંગે વિવિધ હિસ્સેદારો પાસેથી નવા સૂચનો માંગ્યા. એક વરિષ્ઠ સરકારી અધિકારીના જણાવ્યા અનુસાર, ગુજરાત સરકારે રાજ્યમાં સમાન નાગરિક સંહિતા લાગુ કરવાનો પોતાનો ઇરાદો પહેલાથી જ જાહેર કરી દીધો હતો.