ગુજરાતના ગાંધીનગરમાં ભાંગમાંથી બનાવેલી કુકીઝ વેચવાના આરોપમાં બેની ધરપકડ

સોમવાર, 20 જૂન 2022 (11:07 IST)
ગુજરાતની આતંકવાદ વિરોધી ટુકડી (ATS) એ રવિવારે જણાવ્યું હતું કે તેણે ગાંધીનગરમાં એક રેસ્ટોરન્ટની બહાર ગાંજો અને અન્ય માદક દ્રવ્યો ધરાવતી કૂકીઝનું કથિત વેચાણ કરવા બદલ બે વ્યક્તિઓની ધરપકડ કરી છે.
 
આ સંદર્ભે જારી કરાયેલા એક નિવેદનમાં જણાવાયું છે કે ગાંધીનગરમાં એક રેસ્ટોરન્ટની બહાર ગ્રાહકોને ગાંજો આધારિત માદક દ્રવ્યોના વેચાણ અને વિતરણમાં કેટલાક વ્યક્તિઓની સંડોવણી અંગેની સૂચનાના આધારે ATS અધિકારીઓએ ફૂડ જોઈન્ટ નજીકથી બે વ્યક્તિઓની ધરપકડ કરી હતી. 
 
ATSએ જણાવ્યું હતું કે, "બે આરોપીઓને રેસ્ટોરન્ટની બહારથી CBD અને THC કૂકીઝ, CBD ઓઇલ કોન્સેન્ટ્રેટ અને હેશ જેવા કેનાબીસ આધારિત નશા સાથે પકડવામાં આવ્યા હતા, જેનું વજન 294.5 ગ્રામ હતું અને તેની કિંમત રૂ. 41,000 છે. 
 
સ્પેશિયલ પોલીસ ફોર્સે જણાવ્યું હતું કે, અંકિત કુલહરી અને જયકિશન ઠાકોર તરીકે ઓળખાતા આરોપીઓની ગાંધીનગરના અડાલજ પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધાયા બાદ નાર્કોટિક એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ (NDPS) એક્ટની જોગવાઈઓ હેઠળ ધરપકડ કરવામાં આવી હતી. ગુનાની તપાસ ગાંધીનગર સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપને સોંપવામાં આવી હોવાનું જણાવ્યું હતું.
=

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર