વિરોધની મર્યાદા હટી, ગધેડા પર ઋત્વીજ પટેલનો ફોટો લગાવીને જુતાનો હાર પહેરાવ્યો

સોમવાર, 13 ફેબ્રુઆરી 2017 (13:15 IST)
નલિયા સામૂહિક સેકસકાંડ બાદ બેકફૂટ પર આવી ગયેલા ભાજપ ખુલાસા પર ખુલાસા કરી રહયુ છે, તેની વચ્ચે આજે ભુજ આવેલા ભાજપનાં પ્રદેશ યુવા મોરચાનાં પ્રમુખનો શહેરનાં ટાઉનહોલમાં અભિવાદન સમારોહ યોજવામાં આવ્યો હતો. જોકે, ઋત્વીજ પટેલનાં આગમન સમયે જ ટાઉનહોલ નજીક પહોંચી ગયેલા કોંગ્રેસનાં કાર્યકરોએ ગધેડા પર ઋત્વીજ પટેલનાં ફોટો લગાવીને જુતાનો હાર પહેરાવી વિરોધ પ્રર્દિશત કરતા ૨૫ જેટલા કોંગ્રેસી કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી. સમગ્ર કચ્છની સાથે રાજયભરમાં હાહાકાર મચાવનાર અને ભાજપનાં નેતાઓને સંડોવતા નલિયા સામૂહિક સેકસકાંડથી જિલ્લા અને રાજયનું રાજકારણ ગરમાયુ છે ત્યારે પ્રદેશ યુવા મોરચાનાં નવ નિયુકત પ્રમુખ ઋત્વીજપટેલનો ભુજમાં અભિવાદન કાર્યક્રમ ટાઉનહોલ ખાતે યોજવામાં આવ્યો હતો. પ્રદેશ ભાજપ યુવા મોરચાનાં પ્રમુખ જયારે કાર્યક્રમનાં સ્થળ ટાઉનહોલ પહોંચે તે પૂર્વે વિપક્ષ કોંગ્રેસનાં કાર્યકરોએ ગધેડા પર ઋત્વીજ પટેલનો ફોટો મૂકી તેનાં પર હાર પહેરાવીને સૂત્રોચ્ચાર કરતા બંદોબસ્તમાં હાજર રહેલી પોલીસે કોંગ્રેસનાં ૨૫ જેટલા કાર્યકરોની પોલીસે અટકાયત કરી લીધી હતી

વેબદુનિયા પર વાંચો