રાજ્ય સરકાર છેલ્લાં કેટલાંય વખતથી કહી રહી છે કે ખેડૂતોની આવક બમણી થશે. હકીકતમા ખેડૂતોની આવક તો ડબલ તો ન થઇ પણ દેવુ જરૂર થયુ છે. કેન્દ્ર સરકારે પોતે જ આ વાતનો ખુલાસો કર્યો છે કે, છેલ્લાં ત્રણેક વર્ષમાં ગુજરાતના ખેડૂતોએ સહકારી, રીજીયનલ અને કોમર્શિયલ બેંકોમાંથી કુલ મળીને 2,30,764 કરોડ રૂપિયાની લોન લીધી છે. આમ, ગુજરાતના ખેડૂતો દેવાના બોજ હેઠળ દબાયા છે. આ વર્ષે ભારે વરસાદથી ખેડૂતોને આર્થિક નુકશાની ભોગવવાનો વારો આવ્યો હતો.